રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા પૂરો થઈ ગયો હોવા છતાં તેના જજ અશ્નીર ગ્રોવર સમાચારોમાં છે. હકીકતમાં, ‘ભારત પે’ના મેનેજિંગ ડિરેક્ટર અને કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અશ્નીરનું કહેવું છે કે તેને કંપની છોડવાની ફરજ પડી છે. અશ્નીર શાર્ક ટેન્ક ઈન્ડિયામાં તેના ગુસ્સાવાળા વલણને કારણે સમાચારમાં હતો. એક ઈન્ટરવ્યુમાં અશનીરે જણાવ્યું હતું કે તે કેવી રીતે આ શોનો ભાગ બન્યો. અશ્નીરે કહ્યું હતું કે સોનીએ આ શો માટે પ્રારંભિક તબક્કાના રોકાણકાર વેન્ચર કેપિટાલિસ્ટનો સંપર્ક કર્યો હતો. આ કંપનીએ સોનીને 300 લોકોનું લિસ્ટ આપ્યું જે શોને જજ કરી શકે, ત્યારબાદ સોનીએ તેમનો સંપર્ક કર્યો. આજે અમે તમને અશ્નીર ગ્રોવરના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
અશ્નીરનો કેટલો છે અભ્યાસ
અશ્નીર ગ્રોવરે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. અહેવાલ મુજબ, અશ્નીર ગ્રોવરને તેના ગ્રેજ્યુએશન દરમિયાન INSA લિયોનના એક્સચેન્જ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને તે 2002-2003 દરમિયાન INSA-લ્યોન યુનિવર્સિટી, ફ્રાંસ ગયો હતો.
આલીશાન બંગલો
અશ્નીર તેના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ઘરની તસવીરો પોસ્ટ કરતો રહે છે. એક રિપોર્ટ અનુસાર તેનું ઘર 18,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. આ ઘરની કિંમત લગભગ 30 કરોડ છે.
લક્ઝરી કાર
અશ્નીર ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના પહેલા જ એપિસોડથી સમાચારમાં હતો . તેમના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા છે. અશ્નીરને વાહનોનો ખૂબ શોખ છે. તેમની પાસે પોર્શ 718, કેમેન, ઓડી એ6, મર્સિડીઝ મેબેક એસ650 અને જીએલએસ 350 સહિત કરોડોની કિંમતના વાહનો છે.
કુલ સંપત્તિ
એક રિપોર્ટ અનુસાર અશ્નીર ગ્રોવરની કુલ સંપત્તિ 700 કરોડ રૂપિયાની આસપાસ છે. અશ્નીર ગ્રોવરની ગણતરી શાર્ક ટેન્ક ઈન્ડિયા ટીવી શોના સૌથી મોંઘા જજમાં થતી હતી. રિપોર્ટ્સ અનુસાર, તે શાર્ક ટેન્ક ઈન્ડિયાના એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા લેતો હતો.