મા હોય તો આવી- શાકભાજી વેંચી, ઝાડું-પોતા કરી દીકરીને બનાવી ડૉક્ટર

Please log in or register to like posts.
Article

દીકરીએ હાઈસ્કૂલ ઈન્ટર સ્કૂલમાં ટોપ પર રહી હતી. ત્યારબાદ કાનપુર CPMT ની તૈયારી માટે મોકલી

હમીરપુર: અહીં શાકભાજી વેંચતી મહિલાએ દિવસ-રાત મહેનત કરીને દીકરીને ડૉક્ટર બનાવી સમાજ માટે ઉદાહરણ પૂરુ પાડ્યું છે. યુવતીનો ભાઈ પણ બહેનનના સપનાઓને સાકાર કરવા શાકભાજી વેંચતો હતો.

 • સુમિત્રા હમીરપુરમાં 2 દીકરા અને 3 દીકરીઓ સાથે રહે છે. લગભગ 12 વર્ષ પહેલા તેના પતિ સંતોષનું મોત થયું હતું. આ ઘટના બાદ બાળકોની જવાબદારી સુમિત્રા પર આવી ગઈ હતી.
 • તે જણાવે છે કે સૌથી મોટી દીકરી અનિતા ભણવામાં હોશિયાર હતી અને ડૉક્ટર બનાવા માંગતી હતી. હું ભણેલી નથી પરંતુ દીકરીની મહેનત જોઈને તેને ભણાવવાનું વિચાર્યું હતું.
 • દીકરીએ હાઈસ્કૂલ ઈન્ટર સ્કૂલમાં ટોપ પર રહી હતી. ત્યારબાદ કાનપુર CPMT ની તૈયારી માટે મોકલી હતી.
 • એક વર્ષની તૈયારી બાદ 2013માં અનીતા CPMT માં પસંદગી પામી હતી. ત્યારબાદ સૈફઈ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું.
 • MBBS ના અભ્યાસને ચાર વર્ષ થઈ ગયા છે અને આવતા વર્ષે તે ડૉક્ટર બની જશે. દરમિયાન તેની પ્રેક્ટિસ પણ શરૂ થઈ ચૂકી છે.
 • અનીતા કહે છે કે-

જ્યારે મારું સિલેક્શન થયું હતું ત્યારે મા ખુશીના કારણે આખી રાત રડી હતી. મારી સફળતા પાછળ મા અને ભાઈઓનું મોટું યોગદાન છે. મા ઘરોમાં ઝાડૂ-પોતા કરતી. બસ સ્ટેન્ડ પર પાણી વેંચતી. પરંતુ એટલા પૈસા મળતા ન હતા કે મારા અભ્યાસનો ખર્ચ નીકળી શકે.ત્યારબાદ તેમણે શાકભાજીની દુકાન ચાલુ કરી. તેનાથી તેઓ રોજના 300 થી 500 રૂપિયા કમાવા લાગી હતી. એટલું જ નહીં હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન પૈસાની તંગીને કારણે મે સ્કૂલની બહાર આંબલી પણ વેંચી છે.

  Advertisements

શા માટે લીધો ડૉક્ટર બનવાનો નિર્ણય

 • સુમિત્રા કહે છે કે, દીકરીના અભ્યાસ માટે પરિવાર ઘણીવાર ભૂખ્યો રહ્યો છે.
 • મોટી દીકરી ડૉક્ટર બની ગઈ હવે નાની દીકરી પણ ડૉક્ટર બનવા માંગે છે. અનીતા કહે છે કે ગરીબી શું હોય છે એ અમને પૂછો.
 • પિતાનું બિમારીને કારણે મોત થયું હતું. અમારી પાસે એટલા રૂપિયા ન હતા કે તેમની સારવાર કરાવીએ. ત્યારે મે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું હતું. હું એવા લોકોની ફ્રીમાં સારવાર કરીશ જેઓપાસે પૈસા ન હોવાને કારણે હોસ્પિટલ નથી જતા.

આવતા વર્ષે ડૉક્ટર બની જશે અનિતા

અનિતાનો ભાઈ રસ્તા પર શાકભાજી વેંચે છે

  Advertisements

અનિતાનો પરિવાર

ખૂબ મહેનત અને પરિવારની મદદથી અનિતા ડૉક્ટર બની

  Advertisements

અનિતાની માતા

Source: Divyabhaskar

Advertisements

Comments

comments