માટીમાંથી બનાવ્યું વિજળી વિના ચાલતું ફ્રિજ!

Please log in or register to like posts.
News

રાજકોટના મનસુખભાઇ પ્રજાપતીએ એવું ફ્રિજ બનાવ્યું છે જે માટી માંથી બનેલુ છે. આ ફ્રિજની કિંમત એટલી સસ્તી છે કે જેને સામાન્ય લોકો આસાનીથી ખરીદી શકે છે. આ ફ્રિજની કિંમત 3000 થી 4000 રૂપિયા જ છે જેથી દરેક લોકોને પોસાય તેમ છે. આ ફ્રિજને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી એટલે કે તે બિલકુલ કુદરતી રીતે ચાલે છે.

મનસુખભાઇ પ્રજાપતીએ એવું ફ્રિજ બનાવ્યું છે જે માટી માંથી બનેલુ છે.

ગુજરાતના રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના નીચીમંદાલ ગામમાં જન્મેલા મનસુખભાઇને બાળપણમાં આર્થિક કારણોસર પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો છુટક નોકરીઓ કરવી પડતી હતી. 1988માં મનસુખભાઇએ નાની-મોટી નોકરીઓ કરવાનું છોડી પોતાનો ધંધો શરૂ કરવા માટે રૂ.30,000ની લોન લીધી. ત્યાર બાદ તેઓ માટીના વાસણો, નળીયાં અને હેન્ડ પ્રેસ મશીન બનાવવાનો ધંધો શરૂ કર્યો જે ઘણો સારો ચાલ્યો.
[widgets_on_pages id=”1″]

માટી માંથી બનેલુ ફ્રિજ

ફ્રિજ બનાવવાનો આ વિચાર ક્યાંથી આવ્યો? એ પ્રશ્નના જવાબ માં તેઓ કહે છે કે 2001માં ભૂકંપ આવ્યો. આ સમયે ગુજરાતના એક સમાચાર પત્રમાં મનસુખભાઇની દુકાનમાં થયેલા નુકસાન અને તેમના તુટેલા માટીના વોટર ફિલ્ટરની એક તસવીર ‘ગરીબો કા ફ્રિજ તૂટ ગયા’ના કેપ્સનથી છપાઇ હતી. ત્યારે તેમને આઇડિયા આવ્યો કે તેમને એક એવું ફ્રિજ બનાવવું છે જે ગરીબ લોકોને પાસાય. ત્યારબાદ તેમણે 2002માં આ પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલું કર્યું.

આ ફ્રિજ કુદરત ના નિયમો ને આધિન ચાલે છે. આ ફ્રિજની ઉપર પાણીની ટાંકી છે જેમાં પાણી ભરવાથી ફ્રિજની દિવાલો ઠંડી થાય છે અને તેને કુદરતી પવન મળતા તેનું તાપમાન ઘરના તાપમાન કરતા 10 ડિગ્રી ઓછુ થઇ જાય છે અને ફ્રિજમાં રહેલી વસ્તુઓને ઠંડી રાખે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ‘મીટ્ટીકુલ’ ના પરિક્ષણ દરમિયાન તેમાં રાખવામાં આવેલા શાકભાજીનું આયુષ્ય 4-5 દિવસ સુધી લંબાઇ ગયું. ‘મીટ્ટીકુલ’ ISO સર્ટીફાઇડ કંપની છે અને તે ફક્ત રેફ્રિજરેટર જ નહિં પરંતુ દરરોજ જીવનમાં આવતી વસ્તુઓ જેવી કે કુકર, વોટર ફિલ્ટર, ફૂટ પ્લેટ જેવી ઘણી વસ્તુઓ બનાવે છે. મનસુખભાઇએ આ ફ્રિજનું નામ ‘મીટ્ટીકુલ’ ફ્રિજ રાખ્યુ છે. તેનું આયુષ્ય ૧૦ થી ૧૫ વર્ષનું છે…

Source: Sadhnaweekly

Advertisements

Comments

comments