આ રાજા માટે લંડનની કંપનીએ બનાવ્યો ડિનર સેટ, કાફલામાં હતી 20 રોલ્સ રોઇસ કારો

Please log in or register to like posts.
News

દેશમાં ભલે આજે રાજા રજવાડા સમાપ્ત થઇ ગયા હોય, પરંતુ તેમની જાહોજલાલીની ચર્ચા આજે પણ થાય છે. આ રાજાઓની રહેણી-કરણી અને રંગીન મિજાજી પર કરોડ રૂપિયા ખર્ચ કરતા હતા. આવા જ શોખીન હતા પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ તેમની પાસે લકઝરી કારોથી લઇને પ્લેન પણ હતા. ભૂપિન્દર સિંહનો જન્મ (12 ઓક્ટોબર, 1891ના રોજ) મોતા ભાગ પેલેસમાં થયો હતો. આજે મહારાજા ભૂપેન્દ્રસિંહનો જન્મ દિવસ છે જે પોતાની ખાસ વાત માટે આજે પણ ઓળખાય છે. જો કે, મહારાજાના કિસ્સાઓ આજે ઇતિહાસમાં બની ચૂક્યા છે. ત્યારે આવો જાણીએ તેમની રહેણી-કરણી અને રાજાશાહી ઠાઠ અંગે….

મહારાજા ભૂપિન્દર સિંહની હતી365 રાણીઓ

મહારાજા ભૂપિન્દર સિંહે 1900 થી 1938 સુધી શાસન કર્યું હતું. આજે પણ મહારાજા ભૂપિન્દર સિંહની 365 રાણીઓના કિસ્સા સંભળાય છે. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ભૂપિન્દર સિંહની 10 અધિકૃત રાણીઓ સહિત કુલ 365 રાણીઓ હતી. જેના માટે પટિયાલામાં ભવ્ય અને આલિશાન મહેલો બનાવાયા હતા.

10 એકરમાં ફેલાયેલો છે ભૂપિન્દર સિંહનો કિલ્લો

મહારાજા ભૂપિન્દર સિંહનો કિલ્લો પટિયાલામાં શહેરની વચ્ચોવચ 10 એકરમાં ફેલાયેલો છે. કિલ્લાની અંદર મહેલ, ગેસ્ટ હાઉસ અને દરબાર હોલ છે. આ મહેલોને ભીતચિત્રો, કાંચ, રંગોથી સજાવાયા છે.

મોંઘા હાર પહેરવાના હતા શોખીન ભૂપિન્દર સિંહ

ભૂપિન્દર સિંહ મોંઘા નેકલેસ પહેરવાના હતા શોખીન. આ પટિયાલા નેકલેસમાં અંદાજે 962.25 કેરેટ વજનના 2,930 હીરા લાગ્યા હતા. આ નેકલેસની અંદાજીત કિંમત 25 મિલિયન ડોલર એટલે કે 162 કરોડ રૂપિયા છે.

તેમની પાસે હતો કરોડો રૂપિયાનો ડિનર સેટ

મહારાજા ભૂપિન્દર સિંહ જે થાળીમાં ખાતા હતા તેની કિંમત કરોડોમાં હતી. વાસણો સોના અને ચાંદીના હતા. ડિનર સેટ લંડનની કંપની ગોલ્ડસ્મિથ્સ એન્ડ સિલ્વરસ્મિથ્સે તૈયાર કર્યો હતો.

મહારાજાની પાસે હતી 20 રોલ્સ રોઇસ કારો

મહારાજા ભૂપિન્દર સિંહ મોંઘી કારો રાખવાના શોખીન હતા. તેમની પાસે 20 રોલ્સ રોઇસ ગાડીઓ હતી. તેનો ઉપયોગ તેઓ રાજયના પ્રવાસ માટે કરતા હતા. તેઓ એટલા મશહૂર હતા કે હિટલરે પણ તેમનાથી પ્રભાવિત થઇને પોતાની મેબેક કાર ગિફ્ટમાં આપી હતી.

પ્લેન પણ હતું મહારાજા પાસે

એવું પણ કહેવાય છે કે તેઓ દેશના પહેલા એવા વ્યક્તિ હતા જેણે પોતાનું પ્લેન ખરીદ્યું અને રાજ્યોમાં રન વે પણ બનાવ્યો હતો.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments