અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફેશન અને અંગત જીવન માટે ફેમસ છે. મલાઈકા એક એવી અભિનેત્રી છે, જે ઘણીવાર ખૂબ જ સસ્તું ડ્રેસ માં જોવા મળે છે, જેને કોઈ કોલેજ ગર્લ તેના પોકેટ મની બચાવી ને સરળતા થી ખરીદી લે છે, પરંતુ કેટલીકવાર આ સુંદર મહિલા આવા કપડાં અને શૂઝ પહેરે છે, જેને સામાન્ય માણસ વિચારી પણ ના શકે અને એના માટે એક સ્વપ્ન કરતાં ઓછું નથી.
મલાઈકા હાલ માં જ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેના ડ્રેસ અને શૂઝે બધા નું ધ્યાન ખેંચ્યું હતું. મલાઈકા એ ફ્રેન્ચ લક્ઝરી હાઉસ ક્રિશ્ચિયન ડાયો દ્વારા એકંદર લેબલ ના હોલમાર્ક મોટિફ સાથે ખૂબસૂરત શોર્ટ હૂડી ડ્રેસ પહેર્યો હતો.
પોલિએસ્ટરથી બનેલા મલાઈકા ના ડ્રેસની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડ્રેસની કિંમત $3,400 છે, જે ભારતીય ચલણમાં 2,66,097 રૂપિયા ની બરાબર છે.
મલાઈકાએ પણ સુંદર આઉટફિટ સાથે બ્લેક બૂટ પહેર્યા હતા. તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસના આ ફૂટવેર લેધર અને નાયલોન મિક્સ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તેના શૂઝ ની સૌથી રસપ્રદ વાત એ હતી કે જૂતા ની બાજુમાં ખિસ્સા હતા. જેના કારણે દરેક જગ્યાએ આ ખાસ બુટની ચર્ચા થઈ રહી છે.
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા ને ઈટાલિયન લક્ઝરી ફેશન હાઉસ પ્રાડા તરફથી આ ખૂબ જ સ્ટાઇલિશ અને શાનદાર બૂટ મળ્યા છે.
મલાઈકાના આ અનોખા જૂતા ની કિંમત વિશે વાત કરીએ તો સત્તાવાર વેબસાઈટ પર આ શૂઝની કિંમત $1,650 છે. આમ, જો મલાઈકાએ પોતે આ ખરીદ્યું હોય, તો તેણે તેના કલેક્શનમાં બૂટનો સમાવેશ કરવા માટે લગભગ 1,29,135 રૂપિયા ખર્ચ્યા હશે. મલાઈકા અરોરા ના આટલા મોંઘા જૂતા ખરીદવા સામાન્ય વાત છે પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે આ કોઈ સપના થી ઓછું નથી.