1 રાતમાં બનવાનું હતું આ મંદિર, એવી ઘટના બની છે કે ક્યારેય પૂરું ન થઈ શક્યું

Please log in or register to like posts.
News

મધ્યપ્રદેશમાં ભગવાન શિવના ઘણાં પ્રાચીન મંદિર છે, જેમાં 2 જ્યોતિલિંગ પણ સામેલ છે. આ બધા સિવાય અહીં એક અન્ય શિવ મંદિર છે, જે આજ સુધી અધૂરૂ છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 32 કિ.મીના અંતરે ભોજપુર છે. ત્યાં જ સ્થિત છે ભગવાન શિવનું ભોજેશ્વર મંદિર. આ મંદિરની છત બનેલી ન હોવાને કારણે આ મંદિર અધૂરૂ જ છે. આ મંદિરને પૂર્વ સોમનાથ પણ કહેવામાં આવે છે.

એક જ ચટ્ટાનથી બનાવવામાં આવેલું છે આ શિવલિંગઃ-

અધૂરૂ મંદિર હોવાની સાથે-સાથે તેની એક બીજી વિશેષતા પણ છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થિત શિવલિંગ લગભગ 7.5 ફૂટ લાંબુ અને 17.8 ફૂટ પરિઘ (વર્તુળનો ઘેરાવો)વાળો છે. આ શિવલિંગનું નિર્માણ એક જ ચટ્ટાનને કાપીને કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે આ શિવલિંગ દુનિયાનું સૌથી મોટું શિવલિંગ છે.

આ માટે અધૂરૂ છે મંદિરઃ-

આ મંદિરનું નિર્માણ રાજા ભોજે કરાવ્યું હતું. તેમના જ નામ પર આ મંદિરનું નામ ભોજેશ્વર મંદિર રાખવામાં આવ્યું છે. આ મંદિરના અધૂરા હોવા પાછળ કોઇ પ્રામાણિક કારણ તો નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ એક જ રાતમાં કરવામાં આવ્યું હતું. મંદિરની છત પૂર્ણ થતાં પહેલાં જ સવાર થઇ ગઈ, આ માટે આ મંદિરનું નિર્માણ કાર્ય અધૂરૂ રહી ગયું. ત્યારથી લઇને આજ સુધી આ મંદિર અધૂરૂ જ છે.

કેવી રીતે પહોંચવું-

હવાઈ માર્ગઃ-ભોજપુરથી લગભગ 28 કિ.મીના અંતર પર ભોપાલ એયરપોર્ટ છે. ભોપાલ સુધી હવાઈ માર્ગની મદદથી પહોંચી, ત્યાંથી ભોજપુર બસ અથવા અંગત ગાડીથી પહોંચી શકાય છે.

રેલ માર્ગઃ- દેશીના લગભગ બધા જ મોટા શહેરોથી ભોપાલ પહોંચવા માટે નિયમિત રેલ ગાડીઓ ચાલે છે. જેના દ્વારા ભોપાલ સુધી આવી શકાય છે. ભોપાલ પહોંચી ભોજપુર માટે અંગત વાહન કરીને ભોજેશ્વર મંદિર પહોંચી શકાય છે.

સડક માર્ગઃ- ભોજેશ્વર મંદિર પહોંચવા માટે સડક માર્ગથી પણ આવી શકાય છે. ભોપાલથી બસ અથવા અંગત વાહન કરીને ભોજપુર આવી શકાય છે.

ભોજેશ્વર મંદિરની આસ-પાસ ફરવા માટેના સ્થાનઃ-

1.ભોજપુરનું જૈન મંદિરઃ- ભોજપુરમાં એક પ્રસિદ્ધ જૈન મંદિર પણ છે. આ મંદિરમાં ભગવાન શાંતિનાથની લગભગ 6 મીટર ઉંચી મૂર્તિ છે. સાથે જ બે અન્ય મુર્તિઓ ભગવાન પાર્શવનાથ અને સુપારાસનાથની પણ સ્થિત છે.

2.સાંચી- ભોપાલથી લગભગ 46 કિ.મી. ના અંતર પર સાંચી નામનું શહેર છે. અહીં પર બૌદ્ધ ધર્મની ઘણી પ્રસિદ્ધ મૂર્તિઓ અને સ્તૂપ છે.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments