મને યાદ છે

Please log in or register to like posts.
News

મને યાદ છે.

મારા કોલેજ નો એ પેહલો દિવસ

જ્યારે મે તને જોઈ હતી,

આંખો પર ચશમા,

તારા એ છૂટા છવાયેલા વાળ,

દરિયામાં ઉછળતા મોજા જેવી તારી એ ચાલ….

મને યાદ છે

 

મને યાદ છે …..

તારા ચશ્મા ની અંદર છૂપાયેલ એ નમણી આંખો

રોજ મારા દિલ નું કતલ કરતી,

તને ફકત જોવા માટે,

તારી ખાલી એક ઝલક મેળવવા માટે,

મે મારા બંક કરેલા એ બધા લેકચર્સ

મને યાદ છે…

 

મને યાદ છે …..

કોલેજ ના પાર્કીંગ માં થતી એ આપણી અણધારી મુલાકાતો,

તુ મને નહોતી ઓળખતી અને મારા માટે તુ પણ અંજાન હતી

તો પણ તુ એ જ માર્ગ પર આવતી

જ્યાં હું રોજ બેસી રહેતો…..

તારુ નામ લઇ ચીડવતાં અને હા….

તારી સમ આપી મારી પાસે

થી કામ કઢાવતા એ મારા નાલાયક મિત્રો મને યાદ છે….

જોડે જોડે તારા પ્રેમ માં પાગલ હોવા ના,

લોકો તરફથી મફતમાં મળેલા એ ટોણા

મને યાદ છે….

 

મને યાદ છે….

તારા એક મેસેજ ની રાહ જોતા જોતા

પડેલી મારી એ સવારો મને યાદ છે,

તને સુવડાવી ને પછી જ હું સુઇ જતો,

તું જ્યારે જ્યારે રિસાય ત્યારે તને મનાવવા કરેલી એ દરેક મીઠી વાતો

મને યાદ છે….

 

તું પ્રેમ માં માનતી નથી એ મને ખબર છે,

તો પણ તને દિલોજાન થી ચાહવુ ,

મંદિર માં આમ તો હું જતો નથી પણ તારી બર્થ ડે પર

ભગવાન પાસેથી તારા માટે માંગેલી એ બધી જ દુવાઓ

મને યાદ છે.

 

બસ થોડી આવી કંઈક છે

મારી મોહબ્બત ,

મારી દુનીયા,

મારી જીંદગી

બહું તો નહી પણ થોડુ એવુ ,

મને યાદ છે….

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.