બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં કામ કરતા સ્ટાર્સ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતા એટલી છે કે તેમની સાથે તેમનો આખો પરિવાર પણ લોકપ્રિય થઈ જાય છે. બોલિવૂડના ચોકલેટી હીરો શાહિદ કપૂરને તમે બધા જાણતા જ હશો. શાહિદ બોલિવૂડની દુનિયામાં એક મોટું નામ બની ગયો છે. તેની ફિલ્મી કરિયર પણ શાનદાર રહી છે.
શાહિદ કપૂર ની બહેન ખૂબ જ ક્યૂટ છે
શાહિદ દેખાવ માં પણ એકદમ હેન્ડસમ છે. 41 વર્ષ ની ઉંમર માં પણ તેણે પોતાની જાત ને એકદમ ફિટ રાખી છે. છોકરીઓ હજી પણ તેના પર ક્રશ છે. પરંતુ શું તમે જાણો છો કે શાહિદ ની બહેન સના કપૂર પણ દેખાવ માં બોલિવૂડ ની સુંદરીઓ થી ઓછી નથી. તે પણ તેના ભાઈ શાહિદ જેવા લોકો નો ક્રશ છે.
સના કપૂર તેના ભાઈ શાહિદ કરતા 11 વર્ષ નાની છે. તેની ઉંમર 30 વર્ષ છે. જો કે તે શાહિદની રિયલ નહીં પરંતુ સાવકી બહેન છે. તે અભિનેતા પંકજ કપૂર અને અભિનેત્રી સુપ્રિયા પાઠક ની પુત્રી છે. શાહિદ કપૂર પંજક કપૂર અને નીલિમા આઝમ નો પુત્ર છે. નીલિમા પંકજ કપૂર ની પહેલી પત્ની છે. જોકે, હવે તેઓ છૂટાછેડા લઈ ચૂક્યા છે.
સ્ટેપ હોવા છતાં ભાઈ-બહેન વચ્ચે પ્રેમ છે
સાવકી બહેન હોવા છતાં શાહિદ તેની બહેન સના ની ખૂબ નજીક છે. સના પણ પોતાના પરિવાર ની જેમ એક્ટિંગ ની દુનિયા સાથે જોડાયેલી છે. તેણે વર્ષ 2015 માં ફિલ્મ શાનદાર થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે તેના ભાઈ શાહિદ કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે જોવા મળી હતી. બાય ધ વે, ક્યૂટનેસ ની બાબતમાં સના પણ આલિયા ભટ્ટને ટક્કર આપે છે. જ્યારે તે હસે છે ત્યારે તેના ગાલ પર પણ આલિયાની જેમ ડિમ્પલ પડી જાય છે.
સના એ બોલિવૂડ માં થોડી જ ફિલ્મો કરી છે. તેમની કેટલીક ફિલ્મો સરોજ કા રિશ્તા, ખજૂર પર અટકે, રામ પ્રસાદ કી તેરહવી છે. બોલિવૂડ માં જ્યારે સનાનો સિક્કો ન ચાલ્યો ત્યારે તેણે સેટલ થઈને લગ્ન કરવાનું યોગ્ય માન્યું. તેણે થોડા સમય પહેલા જ મયંક પાહવા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
સના ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે
સના ભલે હવે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ દેખાય છે. અહીં તે તેના ફેન્સ સાથે તેના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. ફેન્સને પણ સના ખૂબ જ ક્યૂટ લાગે છે. એટલા માટે તે ચોક્કસપણે તેની દરેક પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ કરે છે.
View this post on Instagram
કામ ની વાત કરીએ તો સના પાસે હજુ સુધી કોઈ ફિલ્મ નથી. શાહિદ કપૂર હાલમાં જ ફિલ્મ જર્સીમાં જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. શાહિદની હિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘કબીર સિંહ’, ‘જબ વી મેટ’, ‘પદ્માવત’, ‘વિવાહ’, ‘ચુપ ચૂપ કે’ અને ‘હૈદર’ જેવી ફિલ્મો નો સમાવેશ થાય છે.