મિત્ર – તુ છે તો કોઇ ગમ નથી

Please log in or register to like posts.
News

મિત્ર અને ખાસ મિત્ર જેવું કઈ નથી હોતું. કા તો મિત્ર હોય છે કા તો નથી હોતો.

સીન 1:

ચોમસાની ઋતુ. વરસાદી રાત. મધરાતના લગભગ 12-1 વાગ્યા નો સમય થયો હતો. ધોધમાર વરસાદ વરસતો હતો અને ઊંઘ આવી નહોતી રહી. વડોદરા આવા વરસાદ મા વિશ્વામિત્રિ નુ પાણી કેટલું થયું તે જોવાનો એક રોમાંચ હોય.એટલે જ એક મિત્ર ને ફોન કર્યો કે ચલ નીકળીએ ફરવા. આવા મૌસમ મા ફરવાની નિકળવાનિ ઇચ્છા એમ પણ અત્યંત થાય પરંતુ મિત્ર એ ના પાડી એટલે જરા પ્લાન માંડી વાળવાનુ વિચાર્યું ત્યા જ એક બીજા મિત્ર નો ખ્યાલ આવ્યો ને એને પૂછ્યું. એને હા પાડી એટલે ગાડી લઈ ને નિકળયા. પણ નસીબ એ જાજો સાથ ને આપવાનું જાણે નક્કી જ કર્યું હતું. અને થોડે જ દૂર પહોચ્યા ને ગાડી બંધ થઈ ગઈ.કેટલાય પ્રયત્નો કર્યા ધક્કા માર્યા પણ ચાલુ જ ના થાય.એમા પણ વળી બંને જણ ઘરે કિધા વિના નીકળ્યા હતા એટલે કોઇ પણ હલ મા ઘરે તો પહોચવુ જ પડે એ પણ ગાડી નિ સાથે એટલે શરુ થયું મિત્રો ને ફોન કરવાનું અને સંકટ સમયે મદદ કરવા હજાર થયો એક મિત્ર રોનક નાણાવતી એક્ટિવા લઈને આવ્યો અને એની મદદ થી ગાડી ને ધક્કો મારીને ઘરે પહોચ્યા.

સીન 2:

એ સમયે હુ નોકરી કરવા લાગ્યો તો અને એટલે રૂપિયા નુ મહત્વ સમજવા લાગ્યો હતો. એમા મારા જન્મદિન પર મારી મિત્ર એ ઘરે ગીફ્ટ અને કેક ને બધું મોકલાવ્યુ એટલે મે સમજાવાના આશય થી થોડા ગુસ્સાવાલા અવાજ થી કહ્યું કે આવા ખોટા ખર્ચા કરવાની શું જરૂર. તુ ખાલી વીશ કરે એ જ પુરતુ છે અને તુ કમાય પછી ખર્ચ કર ગમે તેટલો તો પણ મને મંજૂર પણ આવા ખોટા ખર્ચા ના કરીશ હવાઈ.આ વાત નુ તાત્પર્ય સમજ્વાને બદલે એને લાગ્યું કે મને એની લાગણી નિ કદર નથી અને એટલે એને સંબંધ નો જ અંત આની દીધો.

સીન 3:

એ મારો ખાસ મિત્ર.અમારી વચ્ચે કેટલીયે વાતો મા મતભેદ હોવાથી ઉગ્ર ચર્ચાઓ થાય પણ અમે કદિયે મનભેદ નથી થવા દીધું અને એકબીજા નિ સલાહ ને સમજવાનો પ્રયાસ કરી ને પોતાને અને એકબીજા ને શ્રેસ્થ બનાવવા મા સહૃદય પ્રયત્નશિલ રહ્યા છીએ. કોઇ વાત થી દિલ દુભાયુ હોય તો પણ એકબીજા ને જ્યારે પણ જરૂરત હોય ત્યારેહમેશા જ એકબીજા ની પડખે ઉભા છીએ.પરસ્પર જે પણ મતભેદ હોય પણ વાત જ્યારે પરિવાર ના સદસ્ય ને માટે મદદ માટે હજાર રેહવાની હોય ત્યારે હમેશ જ હાજર રહ્યા છીએ. આવો મારો યારો નો યાર એટલે પૂજન જોષી.

સીન 4:

એ જ્યારથી મુંબઈ ગઈ’તી ત્યાર થી જ એકલી પડી ગઈ તેવું જ મેહ્સુસ કરતી. એમ તો એને મિત્રો બનાવી લીધા હતા પણ તો પણ એનો બેસ્ટ ફ્રેંડ તો અહીં વડોદરા હતો એટલે એનું મન નહોતું લાગતું અને એમા એના બેસ્ટ ફ્રેંડ એ એને સરપ્રાઈઝ આપી એના જન્મદિન પર એની પાસે પહોચી જેને. મિત્ર ને થયેલી ખુશી જોઈને હુ પણ ખુશ હતો.

મિત્રો સાથેના અનુભવોની ચર્ચા કરવાનું કારણ એ જ કે આજે મારે વાત કરવી છે મિત્રતા ની. મિત્રતા એટલે શું? મારા મત મુજબ કહું તો મિત્રતા એટલે એવો સંબંધ જેમા તમે તમારા મિત્ર સાથે ખુલ્લા મનથી કોઇપણ ચર્ચા કરી શકો. જે વ્યક્તિ ને તમારે કેહવુ ના પડે કે આ રાઝ ની વાત કોઈને કહેતો/તી નહિ. મિત્ર એટલે એ વ્યક્તિ કે જેને સલાહ આપતી વખતે એવો વિચાર ના આવે કે ક્યાંક એને ખોટું લાગી જશે તો? મિત્ર એટલે જેને ખોટું કરતો હોય તો હક થિ અટકાવી શકાય તેમ કરતા અને એથી પણ વિશેષ અને ખાસ તો અગર એ ખોટો છે તો એ ખોટો છે એટલે હુ સાથ નહિ દઉં કહીને દૂર ના થઈ જાય તે મિત્ર. માત્ર સુખ મા જ નહિ દુખ મા પણ સાથ નિભાવે તે મિત્ર.ભુલોં ને ભુલવિ ને નવી રાહ મા આગળ વધવાપ્રોત્સાહન આપે તે મિત્ર. વ્યક્તિની ખુબિ ને જાણી તેને તેમા આગળ વધવા પ્રોસાહન આપે તે મિત્ર. વાત વાત મા ખોટું ના લગાડે પણ ભાવાર્થ સમજે તે મિત્ર.

આજકાલ તો ઘણા એવા હોય છે કે એમને પૂછો એમના મિત્રની ખુબિ શું છે? તો તેઓ જાણતા પણ ના હોય.મિત્રતા એટલે બસ જાણે ઘર નિ બહાર નિકળો મસ્તી કરો એકબીજા ની મજાક ઉડાવો છૂટા પડો અને ફરી પોતાની જિંદગી મા મસ્ત થઈ જાઓ. આ મિત્રતા નથી. મિત્રતા ટાઇમપાસ નથી. મજાક મસ્તી હોવિ જોઈએ, પણ માત્ર મજાક-મસ્તી કરવા માટે મિત્રતા નથી. એમ કરવા તો કેટલાયે સાથીઓ મળી રહેશે.મિત્ર એ જ વ્યક્તિ બની શકે જેને તેની ખામીઓ સાથે સ્વીકારવાની આપણી તૈયારી હોય.

-વિશાલવાણી

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.