સારા સ્વાસ્થ્ય માટે ફળો ખાવાનું મહત્વપૂર્ણ છે. આપણે બધાં ખાઈએ છીએ. પરંતુ આ ફળોની કિંમત ક્યારેય પ્રતિ કિલો 100-200 રૂપિયાથી વધુ હોતી નથી. તમે ક્યારેય 37 લાખ રૂપિયાની કેરી અને 3 લાખ રૂપિયાની સ્ટ્રોબેરી ખાવાનું વિચાર્યું છે? તમે વિચારતા જ હશો કે આ કેવી પાગલ જેવી વાત કરે છે. શું આટલું મોંઘું ફળ ક્યાંય હોતું હશે? વાત માનો અને લોકોએ તેને ખરીદી લીધું છે. આજે અમે તમને આવા મોંઘા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1. વિશ્વની સૌથી મોંઘી કેરી
2010 માં, 12 કેરીની એક ટ્રે ઓસ્ટ્રેલિયામાં 37,23,127 રૂપિયામાં વેચાઇ હતી. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ગ્રીન ગ્રોસરીની કંપનીઓમાંની એક ક્લેફિલ્ડ માર્કેટ્સ ફ્રેશના માલિક કાર્લો લોરેન્ટીએ બ્રિસ્બેનમાં હરાજી દરમિયાન આ કેરી ખરીદી હતી, એમ ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે. તમને જણાવી દઈએ કે, આ રીતે ઓસ્ટ્રેલિયામાં કેરીની હરાજી 1998 થી ચાલી રહી છે.
2. ડેનસુકે તરબૂચ
‘ડેનસુકે’ તડબૂચ જાપાનના હોક્કાઇડોમાં ઉગાડવામાં આવતા એક ખૂબ જ દુર્લભ પ્રકાર છે. તેની ત્વચા કાળી છે, જેમાં પટ્ટાઓ નથી. ઉપરાંત, તેનો સ્વાદ વિશ્વભરમાં ઉગાડવામાં આવતી અન્ય સ્થાનિક જાતોના ફળ કરતાં વધુ મીઠો છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, તેની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે, આ ફળ હંમેશા ઊંચા ભાવે વેચાય છે. પરંતુ 2014 માં, ડેનસુકે તરબૂચનો એક પીસ 3,27,262 રૂપિયામાં વેચાયો હતો.
3. યુબારી કિંગ મેલન
યુબારી કિંગ મેલન જાપાનમાં જોવા મળતો એક ખૂબ જ ખાસ પ્રકારનો મેલન છે. જાપાનમાં તેની ઘણી માંગ છે. ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, વર્ષ 2018 માં, આ મેલનની હરાજી 21,81,752 રૂપિયામાં થઈ હતી.
4. સ્ટ્રોબેરી ગિગેંટેલા મેક્સિમ
જો તમને અત્યાર સુધી કેરી, મેલન અને તરબૂચનો ભાવ સાંભળીને આશ્ચર્ય થાય હશો, તો પછી આ સ્ટ્રોબેરીનો ભાવ જાણીને તમને આંચકો લાગશે. ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર બ્રિટીશ વૈજ્ઞાનિકોએ સ્ટ્રોબેરીની નવી જાત બનાવી, જેને તેઓએ ગિગેંટેલા મેક્સિમ નામ આપ્યું. આ પ્રજાતિના દરેક સ્ટ્રોબેરીનું કદ ટેનિસ બોલ જેટલું છે. વર્ષ 2017 માં, બ્રિટનમાં એક વ્યક્તિએ આ સ્ટ્રોબેરીને 3,27,262 રૂપિયામાં ખરીદી.
5. રૂબી રોમન દ્રાક્ષ
જાપાનનું બીજું દુર્લભ અને મોંઘુ ફળ રૂબી રોમન દ્રાક્ષ છે. તે સૌથી મોંઘી દ્રાક્ષ માનવામાં આવે છે. તે સાધારણ દ્રાક્ષ કરતાં કદમાં ઘણું મોટું છે. 2016 માં, રૂબી રોમન દ્રાક્ષનું એક ગુચ્છુ જાપાનના એક શહેરમાં 10,87,153 રૂપિયામાં વેચાયું હતું.