Movie Review: ‘કરીબ કરીબ સિંગલ’

Please log in or register to like posts.
News

લેખિકા-નિર્દેશિકા તનુજા ચંદ્રાએ ઘણી બધી ટીવી સિરિયલનું નિર્દેશન કર્યું છે, સાથે-સાથે ‘તમન્ના’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘જખ્મ’ જેવી ફિલ્મો લખી. ૧૯૯૮માં તનુજાની પહેલી નિર્દેશિત ફિલ્મ ‘દુશ્મન’ આવી. ત્યારબાદ તેણે ૧૯૯૯માં ‘સંઘર્ષ’, ર૦૦૧માં ‘યે જિંદગી કા સફર’, ર૦૦રમાં ‘સૂર-મેલોડી ઓફ લાઇફ’, ર૦૦પમાં ‘ફિલ્મસ્ટાર’, ર૦૦૬માં ‘જિંદગી રોક્સ’, ર૦૦૮માં ‘હોપ એન્ડ અ લિટલ સુગર’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. લગભગ નવ વર્ષ બાદ તનુુજાની ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ રિલીઝ થઇ રહી છે.

ઇરફાન ખાનની આ જ વર્ષે આવેલી ‘હિંદી મીડિયમ’ ફિલ્મને દર્શકોની ખૂબ જ પ્રશંસા મળી હતી, જ્યારે પણ ઇરફાનની કોઇ ફિલ્મ આવે છે ત્યારે દર્શકો તેને વધાવી લે છે. આ ફિલ્મની પણ દર્શકોને રાહ છે. ફિલ્મમાં મલયાલી અભિનેત્રી પાર્વતી છે, તેની આ પહેલી હિંદી ફિલ્મ છે. પાર્વતીએ મલયાલમ, કન્નડ અને તામિલ ભાષાની ફિલ્મો કરી છે.

‘કરીબ કરીબ સિંગલ’ની કહાણી એવા લોકોની આસપાસ ફરે છે કે જેઓ ઓનલાઇન ડેટિંગ જેવા પ્લેટફોર્મના માધ્યમથી એકબીજાને મળે છે. જયા (પાર્વતી) અને યોગી (ઇરફાન ખાન) બંને અપરિણીત છે. બંનેને પ્રેમની તલાશ છે. આ માટે બંને ઓનલાઇન ડેટિંગ દ્વારા એકબીજાને મળે છે અને પોતાના સંબંધોને આગળ વધારવાના ‌ઉદ્દેશ્યથી દેશની ઘણી બધી સુંદર જગ્યાઓએ સાથે ફરવાનું નક્કી કરે છે.

જયા અને યોગી બંને વિપરીત સ્વભાવનાં છે છતાં પણ સાથે ફરતાં-ફરતાં એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે, સાથેે ફરતાં-ફરતાં બંનેને એકબીજાની કમીઓ અંગે જાણ થાય છે. આ બંનેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે છતાં પણ બંનેને એકબીજાનો સાથ ગમે છે. શું જયા અને યોગીનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શકશે કે પછી ડેટિંગ એપથી મળેલા બે લોકોનો પ્રેમ થોડા સમય બાદ જાતે જ ગાયબ થઇ જશે? •

Source: Sambhaav

Advertisements

Comments

comments