નકલી કે રોડછાપ પરફ્યૂમનો ઉપયોગ, આરોગ્ય માટે બની શકે છે ખતરનાક…

Please log in or register to like posts.
News

આપ એવી વ્યક્તિ બિલ્કુલ નથી કે જે સામાન્યત રીતે નકલી અત્તર કે ડિયોડૉરંટ ખરીદો છો, પરંતુ આપ જ્યારે પણ આવી નાની દુકાન પાસેથી પસાર થાઓ છો કે જ્યાંથી અત્તરની સુગંધ આવે છે, આપ અનાયાસે જ રોકાઈ જાઓ છો. આપણે હંમેશા એમ જ માનીએ છીએ કે નકલી અત્તર અને ડિઓ “ગંદું” મહેકે છે, પરંતુ આ કાયમ સાચુ નથી હોતું.

કેટલાક નકલી અત્તર બહુ ઓછા સુગંધિત હોય છે, પરંતુ આપ માત્ર સુગંધથી અત્તરને પારખી નથી શકતાં – ખાસ કરીને ત્યારે કે જ્યારે આપને આ ખબર ન હોય કે તે બોતલમાં કયા કેમિકલ્સ છે ! તેથી આપે નકલી અત્તર અને ડિયોથી બચવું જોઇએ.
નકલી અત્તરનાં આરોગ્ય સંબંધી ખતરાઓ

નકલી અત્તરનાં આરોગ્ય સંબંધી ખતરાઓ

“નિષ્ણાતોનું માનવું છે કે તમામ વેચાતા અત્તરોમાં લગભગ 10 ટકા નકલી હોય છે.”

આ એક સારો સોદો જેવો લાગે છે – જ્યારે આપ પોતાનાં મિત્રો સાથે બહાર નિકળો છો, તો આપ એક મોંઘા ડિઝાઇનર અત્તરની એક બોતલને આસાનીથી પામી શકો છો, પરંતુ તેનાં માટે આપને મોટી રકમ ખરચવી નથી પડતી ! હા, નકલી અત્તરનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે અને કેટલાક નિષ્ણાતોનું અનુમાન છે કે તમામ વેચાતા અત્તરોમાં લગભગ 10 ટકા નકલી હોય છે. દુર્ભાગ્યે ગ્રાહકો આ નકલી અત્તરોની જાળમાં ફસાય છે કે જેમાં અનેક રાસાયણિક તત્વો હોય છે કે જે શ્વન અને ત્વચાની સમસ્યાઓ પેદા કરે છે.

શ્વસન સમસ્યાઓનાં વધતા ખતરાઓ

શ્વસન સમસ્યાઓનાં વધતા ખતરાઓ

“નકલી અત્તરોનાં ઍરોસોલ સ્પ્રેમાં હાનિકારક રાસાયણિક તત્વો સામેલ હોય છે કે જે શ્વાસમાં ઘરઘરાટી, સાઇનસની સમસ્યા અને મિર્ગી રોકનાં કારકો હોય છે.”

અત્તર અને ડિયોનો ઉપયોગ ઍરોસોલ તરીકે કરવામાં આવે છે કે જેનો મતલબ છે કે જ્યારે આપ તેને પોતાની ઉપર સ્પ્રે કરો છે, ત્યારે તે એક ઝીણા ટપકાઓ તરીકે નિકળે છે. આ ટપકાઓ હવામાં તરતા રહે છે કે જેથી આપ તેમાંથી કેટલાક શ્વાસ સાથે અંદર લઈ લો છે. તેનો મતલબ આ છે કે જો આપનો ડિયો નકલી છે, તો આપ તેમાં મોજૂદ હાનિકારક કેમિકલ્સને ગ્રહણ કરી લેશો. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે નકલી અત્તરથી શ્વાસમાં ઘરઘરાટી અને સાઇનસની સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તેનાથી અસ્થમા પણ થઈ શકે છે.
[widgets_on_pages id=”1″]
નકલી અત્તરનાં કારણે ત્વચાનાં વિકારો

નકલી અત્તરનાં કારણે ત્વચાનાં વિકારો

“નકલી ડિયોનાં કેમિકલ્સથી ત્વચા પર ચકામા, સોરાઇસિસ અને ડર્મિટાઇટિસ થવાની શક્યતા ઊભી થાય છે.”

નકલી અત્તર અને ડિયોનાં કારણએ લોકો દ્વારા ગંભીર ત્વચા પ્રત્યાઘાતોનો સામનો કરવો અસાધારણ નથી, કારણ કે તેમાં હાજર રસાયણોથી ત્વચા પર ચકામા, સોરાઇસિસ અને ડર્મિટાઇટિસની શક્યતા ઊભી થાય છે. પોતાનાં ચહેરા પાસે નકલી ડિયો છાંટવાથી પણ ખીલ નિકળવી શરૂ થઈ શકે છે અથવા તો પછી આંખનું ઇન્ફેક્શન થઈ શકે છે. ત્વચા નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિકૂળ ત્વચા પ્રત્યાઘાતોનાં કેસોની સંખ્યામાં ભારે વધારો થયો છે અને તેઓ સાવધાન કરતાં કહે છે કે લોકો આ ઉત્પાદનોનો ઉપયોગ ન કરે, ખાસ કરીને સંવેદનશીલ જગ્યાઓ જેમ કે ગર્દન અને બાંયની નીચે.

નકલી અત્તર કેવી રીતે ઓળખશો ?

નકલી અત્તર કેવી રીતે ઓળખશો ?

સૌભાગ્યે નકલી અત્તર કેડિયોની ઓળખ કરવી મુશ્કેલ નથી, કારણ કે બોતલનું પૅકિંગ અસલીની જેમ સારૂં નહીં હોય. આ ઉપરાંત લોકો અને પ્રિંટમાં આસાનીથી દેખાનાર ખામીઓ હોય છે. નકલી અત્તરનો રંગ અસલી અત્તરની જેમ નહીં હોય અને જ્યારે આપતેને પ્રકાશમાં જોશો, તો તે તરત ધુંધળો કે દાણાદાર દેખાશે. અંતે સૌથી મહત્વની વાત આ છે કે તેની કિંમત બજાર કિંમત કરતા ઘણી ઓછી હશે અને આપ તેને ઑનલાઇન, રોડછાપ વિક્રેતાઓ અને રોડનાં કિનારે નાની દુકાનો પરથી મેળવી શકો છો.
[widgets_on_pages id=”1″]
મૂળમંત્ર

મૂળમંત્ર

નકલી અત્તરમાં કેટલાક સસ્તા કેમિકલ્સ હોઈ શકે છે – તેમાં મૂત્ર પણ હોઈ શકે છે ! આ સાચુ છે, ઘણા દેશોમાં જોવામાં આવ્યું છે કે જે નકલી અત્તરો તેમણે જપ્ત કર્યા, તેમાં મૂત્ર હતું. તેને તેઓ રંજક અને પીએચ બૅલેંસર તરીકે જુએ છે. ‘ઇયુ ડી ટૉયલેટી’ વાક્યાંશ એક નવો અર્થ આપે છે, કેમ ?

Source: Boldsky

Advertisements

Comments

comments