નામીબ રણ : જ્યાં રણ અને દરિયાનું થાય છે મિલન

Please log in or register to like posts.
News

દુનિયાનાં સૌથી પ્રાચીન અને વિશાળ રણોમાંનું એક નામીબ રણ અને ઍટલાંટિક સાગરનાં છેડાને મળે છે.

અત્યાર સુધી આપે દુનિયામાં એવા રણો વિશે સાંભળ્યું હશે કે જોયું હશે કે જ્યાં દૂર-દૂર સુધી માત્ર રેતી જ પથરાયેલી રહે છે. માઇલો દૂર સુધી પાણીનું નામોનિશાન સુદ્ધા નથી હોતું, પરંતુ અમે આપને આજે નામીબ રણ વિશે બતાવીશું કે જ્યાં દુનિયાનાં સૌથી પ્રાચીન વિશાળ નામીબ રણ અને ઍટલાંટિક દરિયાનાં છેડા સાથે મળે છે.

દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ નામીબિયા ખાતે આવેલ નામીબ રણ લગભગ 1,35,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. દુનિયાનો એકમાત્ર કાંઠાળ દરિયા કે જ્યાં દૂર-દૂર સુધી ધુમ્મસ છવાયેલું રહે છે. આ લેખ વડે અમે આપને નામી રણની સુંદરતાનાં દર્શન કરાવીશું.
namib desert meets the atlantic ocean
દેખાશે દૂર સુધી દરિયો અને રેત

નામીબિયાનુો આ વિચિત્ર નજારો રેણની ઉપર જો ફ્લાઇટ વડે નજર નાંખવામાં આવે તો શું કહેવું ! જો વિમાનથી આ નજારો જોવામાં આવે, તો કુઇસેબ નદીનાં કાંઠા સાથે રણની ટેકરીઓ દેખાય છે. આપ જ્યાં સુધી જોશો, આપને સતત ઍટલાંટિક સાગરનો છેડો અને રણ ફેલાયેલા દેખાશે.
namib desert meets the atlantic ocean
દુનિયાનો સૌથી મોટો રેતીનો ટેકરો

દુનિયાનો સૌથી મોટો રેતીનો ટેકરો બિગ ડૅડી અહીં જોવા મળે છે. આ ટેકરીની લંબાઈ 325 મીટર છે. આ ઉપરાંત અહીં ડ્યૂન 45 પણ છે કે જેને દુનિયાનો ફોટોજેનિક ટેકરો કહેવામાં આવે છે.
namib desert meets the atlantic ocean
બે મોટા રણો

નામીબિયામાં વિશ્વનાં બે સૌથી પ્રાચીન અને વિશાળ રણ આવેલા છે. કાલાહારી અને 80 મિલિયન વર્ષ જૂનો નામીબ રણ. અહીં વર્ષનાં 365 દિવસોમાંથી 300 દિવસ સૂર્યનો પ્રકાશ રહે છે.

Source: Boldsky

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.