બોલિવૂડ સેલેબ્સ ની સાથે તેમના સંબંધો ની પણ હંમેશા ચર્ચા થતી રહે છે. જો કે વ્યક્તિ પોતાના જીવન માં અનેક પ્રકાર ના સંબંધો માં બંધાયેલો હોય છે, તેમ છતાં આજે અમે તમને હિન્દી સિનેમા ની કેટલીક જાણીતી નણંદ ભાભી ની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરુ કરીએ…
ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા …
બચ્ચન પરિવાર હિન્દી સિનેમા ના સૌથી ચર્ચિત પરિવારો માંનો એક માનવા માં આવે છે. ‘સદી ના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન અને ભારતીય સિનેમા ની સૌથી સુંદર અભિનેત્રીઓ માંની એક ઐશ્વર્યા રાય બચ્ચન આ પરિવાર નો ભાગ છે. ઐશ્વર્યા રાય બચ્ચન બચ્ચન પરિવાર ની વહુ છે તો શ્વેતા બચ્ચન નંદા બચ્ચન પરિવાર ની દીકરી છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ને બે બાળકો છે. પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને પુત્ર અભિષેક બચ્ચન. વર્ષ 2007 માં અભિષેકે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા તેની નણંદ શ્વેતા સાથે સારા સંબંધ ધરાવે છે. શ્વેતા એ તેની ભાભી ઐશ્વર્યા ના પણ ઘણી વખત વખાણ કર્યા છે.
કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન…
કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન બંને બોલિવૂડ અભિનેત્રીઓ છે. જ્યાં કરીના કપૂર હિન્દી સિનેમા ની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓ માંની એક છે, તો સોહા પણ ઘણી ફિલ્મોનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે કરીના એ સોહા ના ભાઈ અને અભિનેતા સૈફ અલી ખાન સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે સોહા અને કરીના વચ્ચે સારા સંબંધો છે. બંને એકબીજા ને ખૂબ સપોર્ટ કરતા જોવા મળે છે. બંને ઘણા પ્રસંગો એ સાથે જોવા મળ્યા છે.
સોનાક્ષી સિંહા અને તરુણા અગ્રવાલ…
હિન્દી સિનેમા ની જાણીતી અને સુંદર અભિનેત્રી સોનાક્ષી સિન્હા ને તેની ભાભી તરુણા અગ્રવાલ સાથે ખાસ સંબંધ છે. હિન્દી સિનેમા ના દિગ્ગજ શત્રુઘ્ન સિન્હા ની પુત્રી સોનાક્ષી ના ભાઈ કુશ સિન્હા એ વર્ષ 2015 માં તરુણા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષી તેની ભાભીને પ્રેમથી ‘તારુ’ કહે છે.
રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી…
આ લિસ્ટ માં રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી ની જોડી પણ સામેલ છે. અઢી દાયકાથી હિન્દી સિનેમા માં કામ કરી રહેલી જાણીતી અભિનેત્રી રાની મુખર્જી ના ભાઈ રાજા મુખર્જી એ જ્યોતિ સાથે લગ્ન કર્યા હતા. રાની અને જ્યોતિ ખૂબ જ મજબૂત બોન્ડ શેર કરે છે.
નીતુ કપૂર અને રીમા જૈન…
નીતુ કપૂર એ જૂના જમાના ની જાણીતી અભિનેત્રી છે. નીતુ ની નણંદ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર ની બહેન નું નામ રીમા જૈન છે. કહેવાય છે કે રીમા જૈન અને નીતુ કપૂર વચ્ચે મજબૂત બોન્ડિંગ છે. જણાવી દઈએ કે નીતુ પ્રેમ થી રીમા ને ભોક્સ કહે છે.