‘નર્મદા આવી’

Please log in or register to like posts.
News

રંગીલા રાજકોટ માં છુટી સરવાણી,
આજે લાવી આજી, નર્મદા ને તાણી..

હવે પાણી કાપ ની વાતું થશે પુરાણી,
ને રેલાશે ઘર ઘર માં અખૂટ પાણી,

રેવાણુ નહીં આ અષાઢી ઘટાઓ ભાળી,
જો આ આજી લાવી, નર્મદા ને તાણી….

ખળ-ખળ કરતી ખીલખીલાટ એની વાણી,
એ આવી છે આંગણે, કરવાને પાણી ની લ્હાણી,

જય હો માતે નર્મદે, તુ સાક્ષાત નારાયણી,
આશિર્વાદ તારા ને કર આ ભોમ હરિયાળી,

યોજાશે દેશી ડાયરા ને થશે સંતવાણી,
રંગારંગ થી કરશુ માઁ નર્મદા ની વધામણી,

રખડ઼ુ કયે છે ભલે પધાર્યા એ માતા રાણી,
આપડી આજી લાવી, માઁ નર્મદા ને તાણી.

Advertisements

Comments

comments