બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાને તેની પત્ની કિરણ રાવ સાથેના 15 વર્ષ જુના લગ્નને તોડી નાખ્યા છે. હાલમાં કિરણ રાવ અને આમિર ખાનના છૂટાછેડા થઈ ગયા છે. આમિર ખાન તેની બીજી પત્નીને પણ છૂટાછેડા આપી રહ્યો છે. બંને છેલ્લા ઘણા મહિનાઓથી અલગ રહેતા હતા અને હવે બંને કાયદેસરથી અલગ થઈ જશે.
આ કપલની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો તેમના દિલ વર્ષ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લગાન’ ના સેટ પર મળ્યા હતા. જો કે હવે પરસ્પર સંમતિથી બંનેના છૂટાછેડા થઈ રહ્યા છે.
આમિરે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેની નેટવર્થ વિશે બધાને ખબર છે પરંતુ આજે અને તમને તેમની બીજી પત્ની કિરણ રાવની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કિરણ એક પ્રખ્યાત નિર્માતા છે.
2016 માં કિરણ રાવે પાની ફાઉન્ડેશનની સહ-સ્થાપના કરી હતી, જે એક મહારાષ્ટ્રમાં દુષ્કાળ સામે લડવાના મિશન તરફ કામ કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે કિરણ નિર્માતા બનતા પહેલા સહાયક તરીકે કામ કરતી હતી. કિરણે ફિલ્મ લગાનમાં મદદ કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, કિરણ રાવની કુલ સંપત્તિ આશરે 4 કરોડ ડોલર છે. કિરણ મહિલા દિગ્દર્શક તરીકે ટોચની કમાણી કરનાર છે.
જોકે તમને જણાવી દઈએ કે આમિર ખાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ લગભગ 1434 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 85 કરોડ રૂપિયા લે છે. જ્યારે અભિનેતાની પત્ની કિરણ રાવ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે તેની સંપત્તિ આશરે 20 કરોડ ડોલર હોવાનો અંદાજ છે. કિરણ પાસે પોતાનું વૈભવી ઘર અને મોંઘા વાહનો છે.
મીડિયા રિપોર્ટ્સમાં 2020 માં કિરણની 20 કરોડ એટલે કે 146 કરોડની સંપત્તિનો અંદાજ છે. કિરણ એક નિર્માતા, પટકથા અને દિગ્દર્શક છે.
તેણે ‘જાને તુ.. યા જાને ના’, ‘ધોબી ઘાટ’, ‘દંગલ’, ‘તલાશ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘પીપલી લાઈવ’ જેવી ફિલ્મો બનાવી છે. આ સાથે તેણે ધોબી ઘાટનું દિગ્દર્શન પણ કર્યું છે.