બોલિવૂડ માં 90 ના દાયકા થી લઈને અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર શિલ્પા શેટ્ટી 8 જૂને પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે ફેન્સ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન શિલ્પા એ પોતાના જન્મદિવસ ને ખાસ બનાવવા માટે પોતાને એક મોંઘી ભેટ આપી છે. તેની ગિફ્ટ ની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ આ ગિફ્ટ વિશે…
પોતાને જ કર્યું વેનિટી વેન ગિફ્ટ
ખરેખર, શિલ્પા એ હાલ માં જ પોતાને એક લક્ઝુરિયસ વેનિટી વેન ગિફ્ટ કરી છે. આ વેનિટી વાન અત્યાધુનિક સુવિધાઓ થી સજ્જ છે. આ લક્ઝુરિયસ વેન ની અંદર ની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની છે. ફોટો જોઈને લોકો આ વેનિટી વેનની તુલના આલીશાન ઘર સાથે કરી રહ્યા છે.
શિલ્પાની નવી વેનિટી અત્યાધુનિક છે
શિલ્પા શેટ્ટી ની નવી વેન માં એવી તમામ સુવિધાઓ છે જે કોઈપણ લક્ઝુરિયસ ઘર માં ઉપલબ્ધ છે. વાયરલ ફોટા માં વાન માં એક નાનું રસોડું દેખાય છે. આ સાથે વેનિટી માં હેર વોશ સ્ટેશન પણ છે. ફિટનેસ માટે હંમેશા ગંભીર રહેતી શિલ્પા માટે તેમાં યોગ ડેક પણ છે, જેથી તે શૂટ ની વચ્ચે ગમે ત્યારે યોગ કરી શકે.
ટૂંક સમય માં આ ફિલ્મ માં જોવા મળશે
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ટૂંક સમય માં ફિલ્મ નિકમ્મા માં જોવા મળશે. આમાં તે અભિમન્યુ દસાની અને શર્લી સેટિયા સાથે મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી એ ગયા વર્ષે રિલીઝ થયેલી હંગામા 2 થી 15 વર્ષ પછી બોલિવૂડ માં કમબેક કર્યું હતું. કોરોના મહામારી ને કારણે આ ફિલ્મ OTT પર રિલીઝ કરવા માં આવી હતી. જો કે, આ ફિલ્મ લોકો પર પોતાનો જાદુ ચલાવવા માં નિષ્ફળ રહી.