રાજકોટની મહિલા બની મિસિસ ઇન્ડિયા બ્યુટી ક્વીન, આવો છે અંદાજ

Please log in or register to like posts.
News

મિસિસ ઇન્ડિયા બ્યુટી ક્વીન ઇવેન્ટમાં વેસ્ટ ઝોનનો તાજ મેળવી રાજકોટનું ગૌરવ વધારતાં નિશા ચાવડા

રાજકોટઃ આજની મહિલા લગ્ન કરી ઘરે બેસી રહેવાને બદલે પોતાની આવડત અને કળા આગળ વધારવાનું પસંદ કરી રહી છે. આવું જ કંઇક કર્યું રાજકોટની નિશા ચાવડાએ. થોડા સમય પહેલા જ જયપુરમાં યોજાયેલી મિસિસ ઇન્ડિયા બ્યૂટી ક્વિન કોમ્પિટિશનમાં નિશાએ મિસિસ ઇન્ડિયા વેસ્ટ ઝોન તથા મિસિસ પોપ્યુલર ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો.

મારું સપનું સાકાર થયું: નિશા
નિશાએ કહ્યું કે તેનું મિસ ઈન્ડિયા બનવાનું સપનું હતું જો કે લગ્ન પહેલા તે પૂરું ન થઇ શક્યું. ત્યારબાદ તેના લગ્ન રાજકોટમાં રહેતા વિપુલ સાથે થયા. જો કે લગ્ન બાદ પતિના સાથ સહકારથી નિશાએ પોતાનું સપનું પૂરું કરવા મહેનત ચાલું રાખી. લગ્નના તેર વર્ષ પછી એક ગૃહિણીની જવાબદારી તથા એક દીકરીની માતા હોવાની સાથે જ નિશાએ મિસિસ ઇન્ડિયા બ્યૂટી ક્વિન સ્પર્ધામાં ભાગ લીધો. અંતે નિશાની મહેનત રંગ લાવી અને વેસ્ટ ઝોનની મિસિસ ઇન્ડિયા બ્યૂટી ક્વિનનો તાજ મેળવ્યો, સાથે નિશાએ મિસિસ પોપ્યુલર ઇન્ડિયાનો ખિતાબ પણ મેળવ્યો, નિશાએ રાજકોટ તથા ગુજરાતનું ગૌરવ વધારવાની સાથે અન્ય ગૃહિણીઓ માટે પ્રેરણારૂપ કામ કર્યું છે.

નિશા ચાવડાએ ગુજરાત અને મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું
ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી મિસિસ ઇન્ડિયા બ્યૂટી ક્વિન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતની સ્પર્ધા 29 ઓગસ્ટે જયપુરમાં હોટેલ ક્રાઉન પ્લાઝામાં યોજાઇ હતી. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી પરિણીત યુવતીઓ ભાગ લેવા પહોંચી હતી. તો નિશા ચાવડાએ ગુજરાત અને મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં 16 યુવતીઓની પસંદગી થઇ હતી જેમાં ચીફ જજ તરીકે જયપુરના મહારાણી રૂક્ષ્મણીદેવી, ડિરેક્ટર તરીકે બિરકૌર ધીલ્લોલ અને ગ્રુમિંગ ટ્રેનર તરીકે પ્રિતિ અને કેટવોક ટ્રેનર તરીકે નોયોનિકા ચેટર્જી હાજર રહ્યાં હતા. નોયોનિકા ચેટર્જી અગાઉ ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેનના ટ્રેનર રહી ચૂક્યા છે.

નિશાએ જણાવ્યું ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા
રાજકોટ તથા ગુજરાતનું નામ રોશન કરનારી નિશાનું કહેવું છે કે ભવિષ્યમાં તેને ગુજરાતી ફિલ્મમાં તેમજ સામાજીક કાર્યક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા છે. તેણીએ કહ્યું કે મને અભિનય પણ આવડે છે. મિસિસ બ્યુટી ક્વીન સ્પર્ધામાં અલગ-અલગ રાઉન્ડ હોય છે. જેમાં એટીટ્યુટ રાઉન્ડ, આઇક્યુ ટેસ્ટ, ટેલેન્ટ રાઉન્ડ, રેમ્પ વોક સહિતના રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. નિશાએ વધુમાં કહ્યું કે ભવિષ્યમાં કોઇપણ ગુજરાતી મહિલા જે આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છશે તેને તે માર્ગદર્શન આપશે.

રાજકોટની મહિલા બની મિસિસ ઇન્ડિયા બ્યુટી ક્વીન

મિસિસ ઇન્ડિયા બ્યુટી ક્વીન ઇવેન્ટમાં વેસ્ટ ઝોનનો તાજ

જયપુરમાં હોટેલ ક્રાઉન પ્લાઝામાં યોજાઇ હતી સ્પર્ધા

નિશાએ મિસિસ પોપ્યુલર ઇન્ડિયાનો ખિતાબ પણ મેળવ્યો

 ગૃહિણીઓ માટે પ્રેરણારૂપ કામ કર્યું

 નિશાએ જણાવ્યું ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા

 સામાજીક કાર્યક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા છે

મિસિસ બ્યુટી ક્વીન સ્પર્ધામાં અલગ-અલગ રાઉન્ડ હોય છે

કેટવોક ટ્રેનર તરીકે નોયોનિકા ચેટર્જી હાજર રહ્યાં હતા

Source: Divyabhaskar

Advertisements

Comments

comments