ટીવી અને બોલિવૂડ કલાકારો ના અંગત જીવન ની વારંવાર ચર્ચા થતી રહે છે. સેલેબ્સ નું અંગત જીવન કોઈના થી છુપાયેલું નથી. પછી ભલે તે તેમના લગ્ન હોય, સગાઈ હોય, છૂટાછેડા હોય કે અફેર હોય કે એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોય, તે કોઈના થી છુપાયેલું નથી.
એવા ઘણા કલાકારો છે જેમણે પરિણીત હોવા છતાં એક્સ્ટ્રા મેરિટલ અફેર કર્યા છે, જ્યારે અભિનેત્રીઓ પણ આ બાબતે પાછળ રહી નથી. આજે આ લેખ માં અમે તમને એવી પાંચ અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું અને તેના કારણે તેમના સંબંધો તૂટી ગયા.
નિશા રાવલ…
નિશા રાવલ ભૂતકાળ માં ઘણી ચર્ચામાં રહી હતી. નિશા અને તેના પતિ અને ટીવી એક્ટર કરણ મહેરા વચ્ચે નો ઝઘડો ઘણા સમાચારો માં રહ્યો છે. બંને એ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. કરણે તેની પત્ની વિશે તો ત્યાં સુધી કહ્યું હતું કે નિશા નું એક્સ્ટ્રા-મેરિટલ અફેર ચાલી રહ્યું છે, તે પણ નિશા ના ભાઈ રિતેશ સેટિયા સાથે. કરણે એ પણ ખુલાસો કર્યો હતો કે નિશા અને રિતેશ પણ એક જ ઘર માં રહે છે.
કામ્યા પંજાબી…
કામ્યા પંજાબી ટીવી ની સફળ અને ખૂબ જ સુંદર અને બોલ્ડ અભિનેત્રી છે. આ યાદી માં 43 વર્ષ ની કામ્યા પંજાબી નું નામ પણ સામેલ છે. બે વાર લગ્ન કરી ચુકેલી કામ્યા ના પ્રથમ લગ્ન વર્ષ 2003 માં બંટી નેગી સાથે થયા હતા, જ્યારે બંને ના વર્ષ 2013 માં છૂટાછેડા થઈ ગયા હતા. બંટી એ તેની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે કામ્યા નું અફેર સંજય દત્ત ના પિતરાઈ ભાઈ અને અભિનેતા નિમાઈ બાલી સાથે હતું. જ્યારે કામ્યા એ કહ્યું હતું કે નિમાઈ સાથે તેના સંબંધો છૂટાછેડા પછી જોડાયેલા હતા. તમને જણાવી દઈએ કે કામ્યા એ વર્ષ 2020 માં શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા.
સંજીદા શેખ…
ટીવી એક્ટ્રેસ સંજીદા શેખે એક્ટર આમિર અલી સાથે લગ્ન કર્યા હતા અને જ્યારે બંને ના છૂટાછેડા થઈ ગયા ત્યારે સંજીદા વિશે એવું કહેવા માં આવ્યું હતું કે સંજીદા નું એક્ટર હર્ષવર્ધન રાણે સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું.
મલાઈકા અરોરા…
ઘણીવાર એવું કહેવા માં આવે છે કે અરબાઝ થી છૂટાછેડા લીધા પછી મલાઈકા અર્જુન કપૂરની નજીક આવી હતી પરંતુ એવું પણ કહેવાય છે કે અરબાઝ થી છૂટાછેડા લેતા પહેલા જ મલાઈકા અર્જુન સાથે પ્રેમ માં પડી ગઈ હતી અને પછી તેણે વર્ષ 2017 માં અરબાઝ ને છૂટાછેડા આપી દીધા હતા.
દીપિકા કક્કર…
ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કરે બે વાર લગ્ન કર્યા છે. તેના પ્રથમ લગ્ન વર્ષ 2011 માં રૌનક મહેતા સાથે થયા હતા. વર્ષ 2012 માં તેની મુલાકાત શોએબ ઈબ્રાહિમ સાથે થઈ હતી. બંનેએ ‘સસુરાલ સિમર કા’ સિરિયલ માં સાથે કામ કર્યું હતું. આ પછી, વર્ષ 2015 માં રૌનક સાથે છૂટાછેડા પછી, દીપિકા એ વર્ષ 2018 માં શોએબ સાથે બીજા લગ્ન કર્યા.