વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલમાં દેશના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. આ જ કારણ છે કે તેમના ફેન્સ તેમની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જાણવા ઉત્સુક હોય છે પરંતુ રસપ્રદ વાત એ છે કે કોહલી-અનુષ્કા તેમના જીવનમાં પ્રાઈવસી ઈચ્છે છે. આ વર્ષે આ પાવર કપલ ને પુત્રી નો જન્મ થયો હતો. જે બાદ તેણે મીડિયા ને વિનંતી કરી કે તે તેની પુત્રીનો ફોટો ક્લિક ન કરે, પરંતુ તેમ છતાં કેટલાક મીડિયા હાઉસે તેની પુત્રી વામિકા ના ફોટો શેર કર્યા.
વિરાટ અને અનુષ્કા એકમાત્ર એવા કપલ નથી જે મીડિયા માં પોતાના બાળકો ના ચહેરા છુપાવે છે. આજે આ લેખ માં આપણે એવા 7 સેલેબ્સ વિશે જાણીશું જે મીડિયાથી પોતાના બાળકોનો ચહેરો છુપાવે છે.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી થોડા સમય પહેલા એક પુત્રી ની માતા બની હતી. જેને તેણે સમીક્ષા નામ આપ્યું છે. અભિનેત્રી હંમેશા પોતાની પુત્રીનો ચહેરો ચાહકો કે મીડિયા ને બતાવવાનું ટાળે છે.
વિરાટ કોહલી- અનુષ્કા શર્મા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર તેમની પુત્રી વામિકાના ફોટા શેર કરે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે કોઈપણ ફોટામાં તેમની પુત્રીનો ચહેરો દેખાતો નથી.
કરીના કપૂર ખાન
કરીના કપૂર નો દીકરો તૈમૂર ખૂબ જ નાની ઉંમરમાં સેલિબ્રિટી બની ગયો છે. તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જેના કારણે આ માસૂમ બાળક ને અનેકવાર ટીકાનો ભોગ બનવું પડ્યું છે. કદાચ આ જ કારણ છે કે હવે કરીના તેના નાના દીકરા ના ફોટા શેર કરતી નથી. જો તે ફોટો શેર કરે છે તો પણ તેમાં તેનો ચહેરો દેખાતો નથી.
કાજલ અગ્રવાલ
અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલ માં જ માતા બની છે અને તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ તેણે નીલ રાખ્યું. અભિનેત્રી એ હજુ સુધી તેના પુત્રનો ફોટો ચાહકો સાથે શેર કર્યો નથી. જો મીડિયા માં તેના પુત્ર નો કોઈ ફોટો આવે છે, તો તેમાં તેનો ચહેરો દેખાતો નથી.
નેહા ધૂપિયા
અભિનેત્રી નેહા ધૂપિયા પણ હંમેશા પોતાના બીજા બાળક નો ચહેરો બતાવવા નું ટાળે છે. અભિનેત્રીએ ઘણી વખત તેના બાળકો ના ફોટા શેર કર્યા છે પરંતુ તેમાં ચહેરો દેખાતો નથી.
ભારતી સિંહ
દેશ ની સૌથી લોકપ્રિય મહિલા કોમેડિયન ભારતી સિંહ પણ તાજેતર માં જ માતા બની છે અને તેણે તેના પુત્ર નું નામ ગોલા રાખ્યું છે. અન્ય અભિનેત્રીઓ ની જેમ આ કોમેડિયને હજુ સુધી પોતાના પુત્ર નો ચહેરો ચાહકોને બતાવ્યો નથી.
દેબીના બેનર્જી
ફેમસ ટીવી એક્ટ્રેસ દેવીના બેનર્જી હાલ માં જ માતા બની છે. માતા બન્યા બાદ આ સુંદર અભિનેત્રીએ હજુ સુધી પોતાની પુત્રી નો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.