પદ્માવતીનું ‘ઘૂમર’ સોન્ગ રિલીઝ થયું, જુઓ દીપિકાનો શાહી અંદાજ

Please log in or register to like posts.
News

ઘૂમર સોન્ગ રિલીઝ થયું

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ પદ્માવતીના ટ્રેલર પછી આજે પહેલું ગીત પણ રિલીઝ થયું છે. આ ફિલ્મનું મ્યુઝિક સંજય લીલા ભણસાલીએ પોતે આપ્યું છે. આ ગીત શ્રેયા ઘોસાલ અને સ્વરુપ ખાને ગાયું છે. એ.એમ.તુરાઝ અને સ્વરુપ ખાને આ સોન્ગની લીરીક્સ લખી છે.

ઘૂમર એક્સપર્ટ પાસેથી લીધી ટ્રેનિંગ

દીપિકાએ અત્યાર સુધી કરેલા સૌથી ચેલેન્જિંગ ડાન્સમાંથી એક આ છે. દીપિકાએ આ ગીત માટે પ્રખ્યાત ઘૂમર એક્સપર્ટ જ્યોતિ ડી તોમર પાસેથી ડાન્સિંગ સ્કિલ શીખી હતી. જ્યોતિ ઘૂમર સ્કૂલ ચલાવે છે. આ ગીતને ટ્રેડિશનલ રાજપુત લુક આપવામાં આવ્યો છે.

દીપિકા માટે ખાસ છે આ ગીત

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડાન્સને પરફોર્મ કરવું દીપિકા માટે ઘણું મુશ્કેલ હતું. સોન્ગમાં દીપિકાએ ભારે ભરખમ જૂલરી અને કૉસ્ટ્યુમ પણ પહેરેલા છે. દીપિકા કહે છે કે, ફિલ્મનું શૂટિંગ આ ગીત સાથે શરુ થયુ હતું અને હું તે દિવસ ક્યારેય ભુલી નથી શકતી. એમ લાગ્યું જાણે પદ્માવતીની આત્મા મારા શરીરમાં આવી ગઈ હોય. વર્ષો સુધી આ અનુભવ મને યાદ રહેશે.

રાજસ્થાનનું લોકનૃત્ય

ઉલ્લેખનીય છે કે ઘૂમર રાજસ્થાનનું લોક નૃત્ય છે. રાજસ્થાની મહિલાઓ ખાસ અવસરો પર આ નૃત્ય કરે છે. આ નૃત્ય રાજપુત શાહી અંદાજનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે પદ્માવતી 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં દીપિકા સિવાય રણવીર સિંહ અને શાહિદ કપૂર પણ લીડ રોલમાં છે.

જુઓ, વીડિયો…

 

Source: Iamgujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.