Shocking: આટલી ગંદી રીતે બનતી હોય છે પાણી પુરી

Please log in or register to like posts.
News
  • કઈ રીતે બને છે તમારી ભાવતી પાણીપૂરી ખબર છે?

અમદાવાદઃ શહેરમાં કેટલાક ફેરિયાઓ પાણી-પુરી કે પકોડીને વધુ ચટાકેદાર બનાવવા માટે ટોઇલેટ ક્લિનર નાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ પહેલીવાર વખત નથી કે પાણી-પુરીને લઇને આવી વાત સામે આવી હોય. તેમ છતા આ ડિશ પ્રત્યેનું આપણું વળગણ યથાવત રહે છે. પંરતુ જ્યારે આ પાણીપુરીની પુરી જે જગ્યાએ બને છે તવી કેટલીક જગ્યાના ફોટો અને વીડિયો જોશો તો તમે ક્યારેય બીજીવાર બહારની પાણીપુરી ખાવા તૈયાર નહીં થાવ.

  • મોટાભાગે પાણીપુરીના લારીની આસપાસ હોય છે ગંદકીના ઠગ

છાશવારે પાણીપુરી અને તેની ગંદકીના સમાચારો આવતા જ રહે છે. થોડા સમય પહેલા જ અમદાવાદમાં રોગચાળો ફેલાયો ત્યારે શહેરની કેટલીય પાણીપુરીની લારીઓ વિરુદ્ધ પગલા લેવાયા હતા. પાણીપુરીની ગંદકી અંગે ઇન્ટરનેટ પર પણ કેટલાય વીડિયો અને ઇમેજિસ અવેલેબલ છે.

  • ગંદાપાણીથી બનાવાય છે પાણીપુરીની પુરીઓ

પાણીપુર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પાછળ ના તો યોગ્ય કાળજી લેવાતી હોય છે કે ના તો યોગ્ય માપદંડ જાળવવામાં આવતા હોય છે. અત્યંગ ગંદી જગ્યાએ બનતી પાણી પુરી અનેક રોગોને નોતરું આપવા પુરતી હોય છે.

  • રસ્તા પર આમ ગંદકી વચ્ચે બનાવાય છે મસાલો

મુંબઇના કલ્યાણમાં લેવાયેલી એક તસવીરમાં જોઇ શકાય છે કે કેવી ગંદકી વચ્ચે આ પાણીપુરીવાળો તેનો મસાલો બનાવી રહ્યો છે. આવી પાણીપુરી ખાવાથી તમારી હેલ્થનું શું થાય તે વિચારી જુઓ. મોટાભાગના રોગ થવા પાછળ આવો અખાદ્ય ખોરાક જ જવાબદાર હોય છે. આવી પાણીપુરી તમારી રોગપ્રતિકારક શક્તિને ઓછી કરે છે જેનાથી રોગો થવાની શક્યતા વધી જાય છે.

  • પડતર માલમાંથી બનાવાય છે ‘ટેસ્ટી’ મસાલો

લારીએ જઈને ચટાકાભેર પાણીપુરી આરોગતા પહેલા ક્યારેય એવું વિચાર્યું છે કે ₹10માં પાણીપુરી આપતો આ લારીવાળો મોંઘા બટેટા સહિતનો માલ ક્યાંથી લાવતો હશે. શાકભાજી માર્કેટમાં પડતર અને સડી ગયેલા માલમાંથી બનાવવામાં આવે છે આ પાણીપુરીનો મસાલો.

  • …અને પુરી કેમ બને છે તે વાત જ જવા દો

ફક્ત અમદાવાદની જ વાત કરીએ તો રોજના હજારો નંગ પુરી શહેરમાં જોઈતી હશે ત્યારે તેને બનાવવાની કારીગરી પણ આવી જ હોય છે. ટેક્નોલોજીના અભાવમાં અને માગને પહોંચી વળવા માટે લોકોના આરોગ્ય સાથે આ રીતે ચેડા કરાય છે. પસીનાથી તરબરતા લોકો પગેથી લોટ બાંધે છે અને તે પુરી તાજી અને ફ્રેશ પુરીના નામે પાણીપુરીની લારીથી લઈને દુકાનો સુધી પહોંચે છે.


પાણીપુરીના પાણીમાં તો અનેક વસ્તુઓ ભેળવે છે તે ફરિયાદ તો છે જ પરંતુ આ પાણી ક્યાંથી આવે છે તે અંગે પણ વિચારવા જેવી વાત છે. પુરીથી લઈને મસાલા સુધી ગંદકીમાં બનતી પાણીપુરીનું પાણી પણ ક્યાંથી ચોખ્ખુ હોઇ શકે. તેમજ જે માટલામાં પાણી ભરવામાં આવે છે તે ખબર નહીં ક્યારેય સાફ કરતા હશે કે નહીં.

  • લારી કે રેકડી પર પણ હાઇજીન ઝીરો

પુરી અને તેના મટિરિયલના હાઇજીનની વાત સિવાય પર રસ્તે મળતી પાણીપુરી સામે બીજો આરોગ્યનો મોટો ખતરો હોય છે લારી કે રેકડી આસપાસનું પરીસર, અહીં સતત ઢાળાતા પાણી અને નાકામા કચરાના કારણે માખી અને મચ્છર બણબણતા હોય છે. ઉપરથી લારીમાં દરેક ખાદ્યપદાર્થ ખુલ્લામાં રાખેલો હોય છે.

  • પાણીપુરી પીરસનાર વ્યક્તિની પોતાની સ્વચ્છતા

આ ઉપરાંત સ્ટ્રીટ પાણીપુરી વેચતા ફેરિયાની પોતાની સ્વચ્છતા પણ નથી હોતી. તે પણ ખુબ મહત્વપૂર્ણ બાબત છે. ઘરામા આપણે નાની નાની બાબતે હાઇજીનનું ધ્યાન રાખીએ છીએ પરંતુ બજારમાં પાણીપુરી આરોગતા વખતે આપણને ખબર નથી હોતી કે પાણીપુરી બનાવતા વ્યક્તિએ પોતાના ગંદા હાથ ધોયા છે કે નહીં.

  • તો મિનરલ વોટરમાં પાણીપુરી આપતા સ્ટોર્સનું શું?

ચાલો, એકવાર માની પણ લઈએ કે કેટલાક મિનરલ વોટરમાં પાણીપુરી આપતા સ્ટોર્સ પર તમે પાણીપુરી ખાવા જશો. ત્યાં પાણી મિનરલ હશે કદાચ પરંતુ પુરીનું શું? પુરી તો તેઓ પણ એ જગ્યાએથી લેતા હશે જ્યાં સસ્તી અને હોલસેલ પુરી મળતી હશે. ત્યારે આ પુરીની હાઇજિન હશે કે નહીં તેની ખાતરી શું?

Source: iamgujarat

વાંચો આવા બીજા જાણવા જેવા લેખ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.