સગાઈ બાદ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ના લગ્ન ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે. અહેવાલ છે કે બંને એ તેમના લગ્ન નું સ્થળ નક્કી કરી લીધું છે. બોલિવૂડ અભિનેત્રી અને આમ આદમી પાર્ટી ના નેતા રાઘવ ચઢ્ઢા ઉદયપુર ના ફાઈવ સ્ટાર લક્ઝરી રિસોર્ટ માં સાત ફેરા લેવાના છે.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નને લઈને એક નવા સમાચાર છે. 13 મે ના રોજ દિલ્હી ના કપૂરથલા હાઉસ માં તેમની સગાઈ થઈ ત્યાર થી બંને તેમના લગ્ન માટે સ્થળ શોધી રહ્યા હતા. આ દરમિયાન બંને એ રાજસ્થાન ની મુલાકાત પણ લીધી હતી. હવે એવા સમાચાર છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુર માં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ માટે શહેર ના લક્ઝરી રિસોર્ટ ની પસંદગી કરીને તૈયારીઓ શરૂ કરી દેવા માં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવે ઉદયપુર ના ઓબેરોય ઉદયવિલાસ રિસોર્ટ માં લગ્ન કરવા નો નિર્ણય લીધો છે. આ ફાઇવ સ્ટાર પ્રોપર્ટી પિચોલા તળાવ ના કિનારે બનેલી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી અને રાઘવ તેમની જરૂરિયાતો અનુસાર હોટલ સાથે ડીલ ફાઈનલ કરવામાં વ્યસ્ત છે.
દિલ્હી માં આયોજિત સગાઈ સમારોહ ની જેમ, લગ્ન પણ નજીક ના અને પ્રિયજનો ની હાજરી માં થશે. પ્રયાસ એ રહેશે કે તેને બને ત્યાં સુધી ખાનગી રાખવામાં આવશે.
રાજસ્થાન બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે દેશ માં નવા વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ પણ ભૂતકાળ માં રાજસ્થાન માં લગ્ન કર્યા હતા.
અહેવાલો સૂચવે છે કે પરિણીતી અને રાઘવ આ વર્ષ ના અંત માં લગ્ન કરવા માટે તૈયાર છે. આ માટે ની તારીખ હજુ નક્કી કરવા માં આવી નથી. પરંતુ સંભવ છે કે આ લગ્ન સપ્ટેમ્બર-નવેમ્બર મહિના માં થાય.