મગફળીનો આ રીતે કરો ઉપયોગ, અઠવાડિયામાં વધશે 4 KG વેઈટ

Please log in or register to like posts.
News

વજન ઘટે તે પણ એક સમસ્યા

વજન વઘે તે એક સમસ્યા છે પરંતુ સાથે વજન ઘટે તે પણ એક મોટી સમસ્યા બની રહી છે. જે લોકોનું વજન ઓછું હોય છે એટલે કે અંડરવેટ હોય છે. તેમની પર્સનાલિટી ખરાબ હોવાને કારણે ઘણી વખત શરમનો અનુભવ થાય છે. ‘ઘરમાં ખાવાનું મળતું નથી કે શું?, ‘જુઓ! આવી ગયો બોડી બિલ્ડર’ ‘હેન્ગરમાં કપડા ટિંગાડેલા છે.’ અને ‘સૂકાયેલા હાડકા’ જેવી કોમેન્ટોનો સામનો કરવો પડે છે.

તમામ પ્રયત્નો છતાં નથી વધી રહ્યું વજન

જે મહિલાઓ અંડરવેટ હોય છે તે પોતાનો મેઈન્ટેન કરી લે છે પરંતુ પુરૂષો માટે આ સ્થિતિ ખુબ જ બેકાર અને અહ્યનિય હોય છે. તમામ પ્રકારના જિમ , એક્સરસાઈઝ અને પ્રોટીન ખાઈને પણ તમારું વેઈટ વધી રહ્યુ નથી તો તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. આજે અમે તમને કેટલાક એવી વાત જણાવીશું કે તમે થોડા જ દિવસોમાં વજન વધારી શકશો.

મગફળી

મગફળીમાં અનેક સ્વાસ્થ્ય લાભો રહેલા છે. આ સાથે વજન વધારવામાં પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો તમે વજન વધારવા માંગો છો તો 100 ગ્રામ મગફળીને ફોલીને લાલ રંગની પડને નિકાળીને શુદ્ધ દેશી ઘીમાં 5થી 10 મિનિટ સુધી ફ્રાય કરો. જ્યારે તે બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં કાઢીલો. હવે તેને 1 ગ્લાસ દૂધ સાથે ખાવ. જો તમે આ રીતે 15 દિવસ ખાશો તો તમારું વજન વધશે. આ ઉપરાંત લંચ અને ડિનર બાદ પણ મગફળીનું સેવન કરી શકાય છે. જેનાથી તમારું પેટ નથી ભરાતું પરંતુ શરીરને વધુ માત્રામાં કેલરી મળે છે અને તમારું વજન વધે છે.

મિક્સ અનાજ

જો તમે મિક્સ અનાજનું સેવન કરો છો તો તે પણ વજન વધારવા માટેનો સારો અને સરળ ઉપાય છે. મિક્સ અનાજમાં તમને ચણા, મગદાળ, ઘઉ, જ્વાર, બાજરી, મકાઈ, જવ ખાઈ શકો છો. મિક્સ અનાજના લોટમાં ભારી માત્રામાં કેલરી અને વિટામીન હોય છે. સવારે ખાલી પેટ મિક્સ અનાજનું સેવન કરવાથી વજન વધે છે સાથે પાચન ક્રિયા પણ મજબૂત બને છે.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.