?ફોનના દુહા?

Please log in or register to like posts.
News

(સાહિત્યમાં હોકાના દુહા છે, દારૂના દુહા છે, ઘોડાના દુહા છે ટૂંકમાં જે-તે સમયના કવિએ સમય મુજબના દુહા લખ્યા માટે આજના ફોનના સમયમાં ફોનનાં થોડા દુહા લખ્યા છે.)

ફોન ફટાણા ગાજતા, ગરવા વાગે ગીત
કાન ભરાવી કુંભડા, નવરા સાંભળે નિત

સારી આવે સેલ્ફી, સાથી ઊભા સંગ
અવળા કરતા અંગ, અધર કરીને આભમાં

નોતરે વાતું અવનવી, ડોઢા હાંકે ડિંગ
હટાડી બધી હાટને, સીધી થાય શોપિંગ

માણસ ગણ મોબાઇલને, સઘળા નમાવે શિશ
અવતાર જાણે ઈશ, પોતે પોગ્યા ફોનમાં

પંડ પથારી પાથરી, નવરા વાપરે નેટ
જવાબ આપે જટ દઈ, ચૂકે કદી ન ચેટ

પ્રિત વછોયા પંખીડા, વળી ચડે જો વાત
રમતી કાઢે રાત, છતા ન છોડે વાર્તા

માયા મુકીને ફોનમાં, મશગુલ માણસ ગણ
કરશે વાતું કમણ, ડેલે માંડી ડાયરા

બીલ સંગે બજાર, એપલ અડધા મળતા
ચૂકવે ચોંસઠ હજાર, આનંદ છતા ન આવતો

ગણ ગાંડા ભેળા કરે, ગરવું બનાવે ગૃપ
નગણો એમાં નૃપ, એડમિન એને કીધો

જામતા ફોને જુદ્ધ, અસ્ત્ર અંગુઠા તણા
કો બળિયો કો બુદ્ધ, નકી ન થાશે ફોનમાં

તોડી તાર ટપાલ, હોડ મચાવી હિંદમાં
તાર પુગે તત્કાલ, વાર ન લાગે વાંચતા

જીવન સાથી જોય, નર બધીયે નાતના
ગમતો ગરજો કોય, પરણો ફોને પરબારા

ફોટા ફરતા અવનવા, પાડે ગામે ગામ
મુકે ઈન્સટાગ્રામ, દાટ વાળતા દેશનો

હેલો કહી હેલો કહે, હેલા તણીયું હેલ
હેલા ઘડી હલતા નહીં, હૈયે હળવા ખેલ

દુષ્કાળ પડે દેશમાં, આવી પડે આફત
લેશ ન મેલતા લત, ફોન હંમેશ હાથમાં…

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.