Confirm! પ્રભાસ અને અનુષ્કા કરશે સગાઈ , બાહુબલીએ ઠુકરાવ્યાં તેના માટે 6000 માંગા!

Please log in or register to like posts.
Article

બાહુબલી-ટુમાં પ્રભાસ (37) અને અનુષ્કા શેટ્ટી(35)ની કેમિસ્ટ્રીને ઓન સ્ક્રીન જ નહીં ઓફ સ્ક્રીન પણ વખાણાઈ છે. ફિલ્મની રિલીઝ બાદ જેટલી ચર્ચા એના બોક્સ ઓફિસ રેકોર્ડની થઈ રહી હતી એટલી જ અનુષ્કા અને પ્રભાસ ડેટ કરી રહ્યાં છે કે નહીં એની થઈ રહી હતી. જો કે ક્યારેય તે બંન્નેએ તેમની રિલેશનશિપ માટે કાંઈ પણ કહેવાથી ઝટક્યા છે. હવે ખબરો આવી રહી છે કે તેઓ આ ડિસેમ્બરમાં સગાઈ કરવા જઈ રહ્યાં છે.

સાઉથ એશિયન સિનેમા મેગેઝીનના ફિલ્મ અને ફેશન ક્રિટીક ઉમેર સંધૂએ આ વાતની પુષ્ટિ કરી છે કે અનુષ્કા શેટ્ટી અને પ્રભાસની સગાઈ ડિસેમ્બરમાં થવાની છે. જો કે આ મામલે તેમની તરફથી હજી કાંઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પણ એવું કહેવાય છે કે ફિલ્મમાં બિઝી હોવાથી પ્રભાસે આ મામલે ચુપ્પી સાધી છે

મળતા અહેવાલ મુજબ બાહુબલીની સુપર સક્સેસ બાદ પ્રભાસને લગ્નનાં છ હજાર જેટલા માગાં આવ્યાં હતાં જેને અભિનેતાએ ઠુકરાવી દીધાં. અધિકૃત રીતે આ અંગે કોઈ ખુલાસો કરાયો નથી, પણ બંનેના સંબંધો અંગે સમયાંતરે ચર્ચા થતી રહે છે. હવે સાંભળવા મળ્યું છે કે આ વરસના અંત સુધીમાં બંને સગાઈ કરવાનાં છે.

જોકે બંને હૈદરાબાદમાં રવીના ટંડન સાથે પાર્ટી મનાવતાં નજરે પડયાં હતાં. બાહુબલી અગાઉ પણ બંનેના સંબંધની ચર્ચા ટોલિવુડમાં થતી રહી છે.

 

Source: Sandesh

Advertisements

Comments

comments