બોલિવૂડ અને હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાની સાથે જોડાયેલી દરેક વાત ને લઈને હેડલાઈન્સ માં રહે છે. હિન્દી સિનેમા ની સાથે પ્રિયંકા એ હોલીવુડ માં પણ પોતાની ઓળખ બનાવી છે. આજે તેની ગણના વૈશ્વિક સ્ટાર તરીકે થાય છે. ભલે તે હવે ફિલ્મી દુનિયામાં સક્રિય નથી, પરંતુ તે ચર્ચા માં રહે છે.
પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. ઘણીવાર તે તેના ફેન્સ સાથે કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. પ્રિયંકા ચોપરા ને ઈન્સ્ટાગ્રામ પર 80 મિલિયન થી વધુ લોકો ફોલો કરે છે. ચાહકો તેની પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરે છે અને તેની પોસ્ટ ને પણ ખૂબ પસંદ કરવા માં આવે છે.
હાલ માં જ પ્રિયંકા એ તેના ફેન્સ સાથે મિરર સેલ્ફી શેર કરી છે. આ તસવીર માં પ્રિયંકા ના કપડા દેખાઈ રહ્યા છે. આ સાથે તમે તેનો અને નિક જોનાસ નો બેડરૂમ પણ જોઈ શકો છો. આ મિરર સેલ્ફી માં અભિનેત્રી બ્લેક જમ્પસૂટ માં જોવા મળી રહી છે.
પ્રિયંકા ની આ તસવીર ને ઘણી પસંદ કરવા માં આવી રહી છે. તેણે હાલ માં જ તેની ઈન્સ્ટા સ્ટોરી માં આ ફોટો શેર કર્યો છે. આમાં તેમના વોર્ડરોબ ની ઝલક જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. આમાં, તમે તેના ઘણા જૂતા, સેન્ડલ થી ભરેલા કપડા અને ઘણી બધી સૂટકેસ જોઈ શકો છો. આ સિવાય જો તમે પ્રિયંકાની પાછળ જોશો તો તમને તેનો બેડરૂમ પણ દેખાશે.
નિક અને પ્રિયંકા લોસ એન્જલસ ના સ્ટોર માંથી સામાન ખરીદતા જોવા મળ્યા હતા
હાલમાં જ પ્રિયંકા એ તેની ઈન્સ્ટા સ્ટોરી માં કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી છે. આમાંની એક તસવીર માં અભિનેત્રી તેના પતિ અને હોલીવુડ સિંગર નિક જોનાસ સાથે જોવા મળી રહી છે. જેમાં નિક અને પ્રિયંકા લોસ એન્જલસ ના એક સ્ટોર માંથી સામાન ખરીદતા જોવા મળે છે.
આ તસવીર માં પ્રિયંકા કાળા કપડા માં જોવા મળી રહી છે. સાથે જ તેણે પોતાના ચહેરા પર કાળો માસ્ક પણ લગાવ્યો છે. ત્યાં જ, તેની બાજુ માં ઉભેલા તેના પતિ નિક જોનાસે કાળી કેપ પહેરી છે અને તે ગ્રે આઉટફિટ માં જોવા મળી રહ્યો છે.
પ્રિયંકા-નિક એક પુત્રીના માતા-પિતા છે
View this post on Instagram
પ્રિયંકા અને નિક ના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. આ વર્ષ ની શરૂઆત માં બંને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. આ કપલ ની દીકરી નું નામ મેરી ચોપરા જોનાસ છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા સરોગસી દ્વારા માતા બની હતી.