Site icon Jo Baka

રાહુ મંગળ ગોચર: દિવાળી પર રાહુ-મંગળના એક સાથે આવવાથી બન્યો નવપંચમ રાજયોગ, આ 3 રાશિઓ પર વરસવાની છે દૌલત

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

જ્યોતિષશાસ્ત્રમાં રાહુને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે કુંડળીમાં જો રાહુ સાચી સ્થિતિમાં હોય તો તે કોઈપણ રંકને રાજા બનાવી શકે છે. જ્યારે ખોટી સ્થિતિમાં હોય ત્યારે રાજાને રંક બનાવતા પણ વાર નથી લગાડતો. આ વખતે દિવાળી પહેલા રાહુ અને મંગળ ગોચર કરતા એક જ રાશિમાં આવી ગયા છે. બંનેના આ મિલનથી બધી 12 રાશિઓ માટે આ મહાપર્વ ખુશીઓથી ભરપૂર થવા જઈ રહ્યું છે. જોકે 3 રાશિ એવી છે, જેમના માટે આ દિવાળી ખૂબ જ ખાસ રહેશે અને તેમને તહેવાર પહેલા અણધાર્યા લાભ મળવાનો સુખદ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષીઓ અનુસાર મંગળ ગ્રહ આ 20 ઓક્ટોબરે કર્ક રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. જ્યારે રાહુ ગ્રહ મીન રાશિમાં મોજૂદ છે. બંનેની આ સ્થિતિને કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે, જેની અસર બધી 12 રાશિઓ પર પડવાની છે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેમના માટે રાહુ-મંગળનું આ મિલન ભાગ્ય બદલનારું રહેશે. આવો જાણીએ કે તે રાશિઓ કઈ છે.

રાહુ-મંગળ ગોચરથી લાભ મેળવનારી રાશિઓ

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે આ નવપંચમ રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે. આ ગોચરથી તેમના જીવનમાં ઘણી ખુશીઓનો સંચાર થશે. તેમની મહેનતનું ફળ મળશે અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ વધશે. અટકેલા નાણાંની વસૂલાત પણ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે.

કન્યા રાશિ

રાહુ ગ્રહના સાચી સ્થિતિમાં સક્રિય થવાને કારણે દાંપત્ય જીવનમાં ખુશહાલી આવશે. તમે તમારા વિરોધીઓને હરાવવામાં સફળ રહેશો. સમાજમાં તમારું માન-સન્માન વધશે. તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. તમારા ઘરે નવા વાહનનું આગમન થઈ શકે છે અથવા કોઈ નવી સંપત્તિ ખરીદી શકો છો.

વૃષભ રાશિ

રાહુ-મંગળના મિલનથી તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તનો આવવાની શક્યતાઓ છે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતાઓ બની રહી છે. પહેલા કરેલા કોઈ રોકાણમાંથી સારું વળતર મળી શકે છે. તમારા પરિવારમાં કોઈ સભ્યના લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. તમે પરિવાર સાથે કોઈ તીર્થયાત્રાએ જઈ શકો છો.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Exit mobile version