દક્ષિણ ભારતીય ફિલ્મો ના સૌથી મોટા હીરો તરીકે જોવા માં આવતા સુપરસ્ટાર રજનીકાંતે ફિલ્મ જગત માં ઘણા પ્રખ્યાત તેમજ મહાન સંપત્તિ મેળવી છે. રજનીકાંત એ ભારત નો સૌથી મોંઘા કલાકાર છે. આજે એમની પાસે અબજો રૂપિયા ની સંપત્તિ છે અને તે ફાઇવ સ્ટાર હોટલ જેવા દેખાતા ઘર માં તેના પરિવાર સાઠે રહે છે.
રજનીકાંત ના બંગલા ની સુંદરતા અને ભવ્યતા હંમેશા જોવા મળે છે. જણાવી દઈએ કે, જોકે રજનીકાંત ની સંપત્તિ દુનિયાભર માં ફેલાયેલી છે, પરંતુ તે ચેન્નઇ માં પોતાના પરિવાર સાથે રહે છે. પોઝ ગાર્ડન, ચેન્નાઇ માં તેનું ખૂબ સરસ ઘર છે. રજનીકાંત ના ઘર ની દરેક વસ્તુ ખૂબ જ ખાસ અને સુંદર છે.
રજનીકાંત ના ઘર નું ઇન્ટિરિયર બધા ને આકર્ષિત કરે છે.
રજનીકાંત દરેક તહેવાર તેના પરિવાર સાથે ધામધૂમ થી ઉજવે છે.
રજનીકાંત તેના પરિવાર સાથે જોવા મળે છે.
જ્યારે રજનીકાંત એક તસ્વીર માં તેમના પરિવાર સાથે દિવાળી નો તહેવાર ઉજવતા નજરે પડે છે, આ તસવીરમાં તે હોળી રમતા જોવા મળી શકે છે.
મળતી માહિતી મુજબ રજનીકાંતે તેના ઘર માં સૌથી વધુ સફેદ રંગ નો ઉપયોગ કર્યો છે. સફેદ રંગ ઘર ને વધુ આકર્ષક અને સુંદર દેખાવ આપે છે.
રજનીકાંત તહેવાર નિમિત્તે ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા.
રજનીકાંત ના ચેન્નઈ મકાન ની કિંમત વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, તેમછતાં ઘર જોતાં લાગે છે કે તે ખૂબ મોંઘું છે.
રજનીકાંતે તેના મકાનમાં હરિયાળીને પણ ઘણી જગ્યા આપી છે. સુપરસ્ટાર નું ઘર ચારે બાજુ થી હરિયાળી થી ઘેરાયેલું છે.
જણાવી દઈએ કે, રજનીકાંતે વર્ષ 1981 માં લતા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. બંને બે પુત્રીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા નાં માતા-પિતા છે.
ઐશ્વર્યા એ સાઉથ સ્ટાર ધનુષ સાથે લગ્ન કર્યા છે, જ્યારે સૌંદર્યા ના પતિ નું નામ વિશગન વાનાંગામુડી છે.
નોંધપાત્ર વાત એ છે કે, ફિલ્મો માં એન્ટ્રી લેતા પહેલા રજનીકાંતે બસ કંડક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મો માં એન્ટ્રી લીધા પછી તેનું નસીબ અને જીવન સાવ બદલાઇ ગયું હતું.
રજનીકાંત નો જન્મ 12 ડિસેમ્બર 1950 ના રોજ કર્ણાટક ના બેંગલુરુ માં થયો હતો. રજનીકાંત નું અસલી નામ ‘શિવાજી રાવ ગાયકવાડ’ છે. ફિલ્મો માં પ્રવેશ સાથે, તે રજનીકાંત બન્યો. રજનીકાંત ની ફિલ્મી કરિયર ની શરૂઆત દક્ષિણ ભારતીય સિનેમા થી થઈ હતી. વર્ષ 1975 માં તેની પહેલી ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’ આવી હતી.
એવું કહેવાય છે કે રજનીકાંત પાસે લગભગ 376 કરોડ રૂપિયા ની સંપત્તિ છે. ચેન્નાઇ સિવાય દેશ ના જુદા જુદા ભાગો માં તેમના ઘણા મકાનો છે. તેનું પુના નું ઘર પણ ખૂબ જ ખાસ અને સુંદર છે. જે પણ એકવાર એમનું પૂના નું ઘર જુએ છે,તો પછી તે જોતા જ રહે છે.