રામાનંદ સાગર દ્વારા નિર્મિત પ્રસિદ્ધ સિરિયલ ‘શ્રી કૃષ્ણ’ ખૂબ જ લોકપ્રિય બની હતી. આ જ સિરિયલ માં રાધા-કૃષ્ણ ના રોલ માં જોવા મળેલા કલાકારો ને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ શો માં આવ્યા પછી તેમનું નસીબ ચમક્યું અને પછી તેમને મોટી ઑફર્સ પણ મળી. આ શો માં ફેમસ એક્ટર સ્વપ્નિલ જોશી કૃષ્ણ ના રોલ માં જોવા મળ્યો હતો, જ્યારે એક્ટ્રેસ શ્વેતા રસ્તોગી રાધા ના રોલ માં જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે શ્વેતા રસ્તોગી હવે ઘણી બદલાઈ ગઈ છે. હાલમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેના પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. ચાલો જાણીએ શ્વેતા રસ્તોગી આજકાલ ક્યાં છે.
શ્વેતા રસ્તોગી રાધા ના રોલ માટે પરફેક્ટ ન હતી
વર્ષ 1973 માં જન્મેલી શ્વેતા રસ્તોગી એ જ્યારે રાધાના રોલ માટે ઓડિશન આપ્યું ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવી હતી. કહેવાય છે કે રામાનંદ સાગર ને શ્વેતા નું ઓડિશન પસંદ નહોતું. જો કે, તેની સુંદરતા અને સાદગી એ બધા નું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન રામાનંદ સાગરે તેને બીજી તક આપી અને તેને ડાન્સ કરીને બતાવવા કહ્યું.
શ્વેતા ક્લાસિકલ ડાન્સર હતી, આવી રીતે તે ખૂબ જ સારો ડાન્સ કરતી હતી, જેનાથી રામાનંદ સાગર પ્રભાવિત થયા અને પછી તેણે નક્કી કર્યું કે તે આ રોલ શ્વેતાને જ આપશે. પછી શું હતું શ્વેતા રસ્તોગી રાધા બની ને હંમેશ માટે અમર થઈ ગઈ અને દરેક ઘર માં તેની ઓળખ છે.
જોકે આ પહેલા શ્વેતા રસ્તોગી ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મો માં જોવા મળી હતી. તેણે બાળપણ થી જ ફિલ્મો માં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે 90 ના દાયકા માં ઘણી ફિલ્મો માં અભિનેત્રી નું બાળપણ નું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે તે 1988 માં રીલિઝ થયેલી રેખા ની ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ માં પણ તેની પુત્રી ના રોલ માં જોવા મળી હતી.
આ સિવાય તે ફિલ્મ ‘કિશન કન્હૈયા’ માં પણ અનિલ કપૂર ની દીકરી ના રોલ માં જોવા મળી છે. આ પછી જ તેણી એ રામાનંદ સાગર ની શ્રી કૃષ્ણ માં રાધા ની ભૂમિકા ભજવી હતી, જેના દ્વારા તે ખૂબ લોકપ્રિય બની હતી.
શ્વેતા રસ્તોગી અત્યારે ક્યાં છે?
હાલ ની વાત કરીએ તો શ્વેતા આ દિવસો માં મુંબઈ માં છે અને તેણે ઘણી ટીવી સિરિયલો માં કામ કર્યું છે. આ સિવાય તેણે વર્ષ 1995 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મો માં પણ કામ કર્યું હતું. જોકે, વર્ષ 1997 માં તેણે ટીવી સીરિયલ ‘જય હનુમાન’ માં કામ કર્યું હતું. આ પછી તેણે ‘વો રહેને વાલી મહેલો કી’, ‘થોડી સી જમીન થોડા સા આસમાન’, ‘સ્ત્રી તેરી કહાની’ જેવી ઘણી સીરિયલ્સ માં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.
તાજેતર માં જ અભિનેત્રી ‘સિયા કે રામ’ માં જોવા મળી હતી. આ સિવાય તેણે વર્ષ 2018 માં આવેલી ટીવી સીરિયલ ‘ઇન્ટરનેટ વાલા લવ’ જેવા શો માં પણ કામ કર્યું હતું. જણાવી દઈએ કે શ્વેતા રસ્તોગી ની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.