કપૂર પરિવારના ચિરાગ અને બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને કોરોના ગયો છે. રણબીર કપૂરની માતા નીતુ સિંહે પુષ્ટિ કરી છે કે રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂરની તસવીર શેર કરતાં નીતુ સિંહે લખ્યું, ‘તમારી બધી ચિંતાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર. રણબીરની કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તેઓ તેની દવાઓ લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સુધરી રહી છે. ‘
નીતુએ વધુમાં લખ્યું છે – તેઓ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે અને આ અંગે તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યા છે. “પહેલા જ્યારે રણધીર કપૂરને પૂછવામાં આવ્યું હતું કે શું રણબીરને કોરોના થયના અહેવાલો સાચા છે? તેમણે પહેલા ‘હા’ કહ્યું પણ પછી સ્પષ્ટતા કરી કે ‘મારું માનવું છે કે રણબીર ઠીક નથી, મને ખબર નથી કે તેને શું થયું છે. આ સમાચાર પછી આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી માટે ચાહકોની ચિંતા વધી ગઈ છે, તાજેતરમાં જ આલિયા અને અયાન બંનેને બ્રહ્માસ્ત્રના સેટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેમણે કાલી દેવીનો આશીર્વાદ પણ લીધો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની માતા અભિનેત્રી નીતુ કપૂર પણ કોરોના વાયરસનો શિકાર બની હતી. ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ના શૂટિંગ દરમિયાન તે કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. નીતુ કપૂર ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢ ગઈ હતી જ્યાં તે આ ખતરનાક રોગચાળાનો શિકાર બની હતી. જે બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા મુંબઇ લાવવામાં આવ્યા હતા. જોકે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.
Actor Ranbir Kapoor (in file photo) tests positive for COVID-19, says his mother Neetu Kapoor pic.twitter.com/zgjSH89LXA
— ANI (@ANI) March 9, 2021
આ સમાચાર આવતાની સાથે જ ચાહકો રણબીર માટે પ્રાર્થના કરી રહ્યા છે. આટલું જ નહીં ચાહકો આલિયાને લઈને પણ ચિંતિત છે. આલિયાના ચાહકો પણ તેમને ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે.
રણબીર કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવી રહ્યું છે અને તે ત્રણ ભાગમાં બનેલી હોવાનું કહેવાય છે.