બોલિવૂડના નવા યુગના સુપરસ્ટાર રણવીર સિંહ હમેશાં ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. રણવીરનો ‘અતરંગી અંદાઝ’ અને ‘સતરંગી ફેશન’ દુનિયાભરમાં પ્રખ્યાત છે. રણવીર જ્યારે પણ ફેશનનો નવો પ્રયોગ કરે છે ત્યારે તેની તસવીરો વાયરલ થવામાં વધારે સમય લાગતો નથી. ‘અતરંગી’ અને ‘સતરંગી’ સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચનાર રણવીર સિંહ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
6 જૂન, 1986 ના રોજ જન્મેલા રણવીર સિંહ 36 વર્ષના થઈ ગયા છે. તેણે ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી જ સાબિત કરી દીધું હતું કે તે બોલિવૂડમાં મોટું નામ બનાવવા આવ્યો છે. માત્ર 11 વર્ષની ફિલ્મી યાત્રામાં રણવીર ઇન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો અને ધનિક અભિનેતા બની ગયો છે.
વર્ષ 2018 માં રણવીરે બોલીવુડની હિરોઇન નંબર વન દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા હતા. ચાહકોએ તેમની જોડીનું નામ ‘દીપવીર’ રાખ્યું છે. રણવીર અને દીપિકા દર વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. આ સાથે લગ્ન બાદ આ બંનેની નેટવર્થમાં પણ ઝડપથી વધારો થયો છે પરંતુ આજે અમે તમને બર્થડે બોય રણવીર સિંહ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
રણવીર સિંહ આરામ અને લક્ઝરી જીવનશૈલીનો શોખીન છે. એક રિપોર્ટ અનુસાર એકલા રણવીર લગભગ 307 કરોડની સંપત્તિનો માલિક છે. વાર્ષિક 21 કરોડથી વધુની કમાણી કરનાર રણવીરના શોખ પણ ખૂબ મોંઘા છે.
રણવીરની લક્ઝરી ગાડીઓની સાથે તેના પગરખાં, કપડા અને ચશ્માં પાછળ ઘણો ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને રણવીરની સંપત્તિ અને તેની લક્ઝરી જીવનશૈલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રણવીર સિંહ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદથી પ્રભાદેવી વિસ્તારમાં આવેલા બ્યુમંડે ટાવર્સના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે. રણવીરનો પણ આ જ બિલ્ડિંગમાં પોતાનો ફ્લેટ છે, જે તેણે 15 કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત ગોરેગાંવ વિસ્તારમાં રણવીરનો 8 કરોડનો ફ્લેટ પણ છે. રણવીર અને દીપિકાને મુસાફરીનો પણ શોખ છે. ગોવામાં પણ રણવીરે 9 કરોડનું આલીશાન હોલીવૂડ ઘર ખરીદ્યું છે.
તમને જાણીને થોડું આશ્ચર્ય થશે પરંતુ સત્ય એ છે કે રણવીર સિંહ પાસે લગભગ 70 લાખ રૂપિયાના જૂતા છે. આ સાથે એક વખતે રણવીર સિંહ 37 હજાર રૂપિયાના ચશ્માં પહેરીને જોવા મળ્યો હતો. એક રિપોર્ટ્સ અનુસાર રણવીર પાસે લગભગ 1000 જોડી જૂતા છે.
રણવીર જેટલો મોંઘો સ્ટાર છે એટલા જ તેના શોખ પણ મોંઘા છે. રણવીરના મોંઘા શોખમાં તેના લક્ઝરી વાહનો પ્રત્યેનો જુસ્સો શામેલ છે. રણવીરના વાહનોમાં ઘણા વૈભવી વાહનો શામેલ છે જેની કિંમત કરોડો છે.
તાજેતરમાં, રણવીરે લેમ્બોર્ગિનીનું પર્લ એડિશન 3.43 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ સિવાય તેના સફેદ રંગમાં એક સ્પાર્કલિંગ એસ્ટન માર્ટિન રેપિડ એસ છે, જેની કિંમત 3.8 કરોડ રૂપિયા છે. તાજેતરમાં રણવીરે રેડ કલરની કન્વર્ટિબલ ફેરારી પણ ખરીદી છે. રણવીર સિંઘની લક્ઝરી કારના કાફલામાં લેન્ડ રોવર રેન્જ રોવર વોગ, જગુઆર જેએલએક્સ અને મર્સિડીઝ બેન્ઝ શામેલ છે.