અભિનેતા અક્ષય કુમાર આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટાર બની ગયા છે. સમાચારો અનુસાર અક્ષય કુમારે તાજેતરમાં જ એક ફિલ્મ માટે 120 કરોડની જંગી રકમની માંગ કરી છે પંરતુ તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર માત્ર વ્યાવસાયિક જ નહીં પરંતુ અંગત જીવન પણ હેડલાઇન્સમાં રહ્યો છે. અક્ષય કુમારનું નામ પણ તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથે સંકળાયેલું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સમયે અક્ષય અને રવિના વચ્ચે ગંભીર સંબંધ હતા અને તે સમયે કહેવામાં આવતું હતું કે બંનેની સગાઈ પણ થઈ ગઈ છે.
અક્ષય કુમાર ઈચ્છતા હતા કે રવિના લગ્ન પછી ફિલ્મોમાં કામ ન કરે અને કહેવાય છે કે અક્ષયના પ્રેમમાં ડૂબી ગયેલી રવિના પણ આ શરતને માની ગઈ હતી. જો કે, આ પછી એક ઘટના બની જેણે તેમના સંબંધોમાં અણબનાવ પેદા કર્યો.
એવું કહેવામાં આવે છે કે રવિના સાથે ગંભીર સંબંધ હોવા છતાં અક્ષયની રેખા સાથે નિકટતા વધવા લાગી હતી. ખરેખર, અક્ષય, રવિના અને રેખાએ ફિલ્મ ‘ખિલાડી કે ખિલાડી’ માં સાથે કામ કર્યું હતું.
જેના પછી અક્ષય અને રેખાની નિકટતા વધી ગઈ હતી અને એકવાર રવિનાએ મોડી રાત્રે અક્ષય અને રેખાને એક પાર્ટીમાં સાથે જોયા હતા. જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેણે અક્ષય સાથેના સંબંધો સમાપ્ત કરી દીધા હતા.