આજના આ વિશેષ લેખમાં અમે તમને બોલીવુડના એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ અભિનયની સાથે સાથે હોટલ નો પણ ધંધો કરે છે અને ત્યાંથી પણ કરોડો રૂપિયા કમાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
પ્રિયંકા ચોપડા –
જો કે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અભિનયની સાથે સાથે અન્ય ઘણા માધ્યમથી પણ ઘણી કમાણી કરે છે, પરંતુ હવે તે રેસ્ટોરન્ટના વ્યવસાયમાં પણ પ્રવેશી ગઈ છે. તાજેતરમાં તેણે ન્યૂયોર્કમાં ‘સોના’ નામની એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે.
દિનો મોરિયા –
દિનો મોરીયા ઘણા સમયથી અભિનયથી લગભગ દૂર હતા, જોકે હાલમાં જ તેઓ તાંડવ વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો પરંતુ અભિનયથી દૂર હોવા છતાં પણ ડીનો કરોડોની કમાણી કરી રહ્યો હતો. તેની પાસે મુંબઈમાં ક્રેપ સ્ટેશન નામનું એક કેફે છે જેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
આશા ભોસાલે –
ભારતની પ્રખ્યાત ગાયિકા આશા ભોસાલેના અવાજના દરેક લોકો દિવાના છે. જોકે તેઓએ આશા નામની એક રેસ્ટોરન્ટ ખોલી છે, જેની આખી ચેઇન છે. તેની પાસે માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ રેસ્ટોરન્ટ છે.
બોબી દેઓલ –
મુંબઇ, અંધેરીના પોશ એરિયામાં બોબી દેઓલની એક હોટેલ છે, જેનું નામ સેમ્પ્લેસ છે. જેનો માહોલ એકદમ સુંદર છે. આ હોટલમાં યુરોપિયન અને ચાઇનીઝની વિશેષ વાનગીઓ બને છે.
શિલ્પા શેટ્ટી –
અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિટનેસ એપ્સ અને ટીવી શોને જજ કરીને ઘણી કમાણી કરે છે, પરંતુ આ સિવાય તે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. ડિસેમ્બર 2021 માં જ તેણે મુંબઈમાં એક ભવ્ય રેસ્ટોરન્ટ ખોલ્યું cge. જેનું નામ બેસ્ટાઇન ચેન છે.
સુનીલ શેટ્ટી –
બોલિવૂડના સફળ અભિનેતા સુનીલ શેટ્ટી માત્ર મુંબઇમાં એક રેસ્ટોરન્ટ ધરાવતો નથી, પરંતુ તેની પાસે એચ 20 નામનો બાર પણ છે. તે જ સમયે, તેની રેસ્ટોરન્ટનું નામ મિશિફ રેસ્ટોરન્ટ છે. જેનાથી તેઓ ઘણી કમાણી કરે છે.