સ્ટાર પ્લસની સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’થી લોકોના દિલમાં સ્થાન બનાવનાર રૂપલ પટેલને દરેક વ્યક્તિ જાણે છે. આ સિરિયલમાં તેણે કોકિલા બેનના પાત્રથી દરેકનું દિલ જીતી લીધું છે પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કોકિલા મોદી ઉર્ફે રૂપલ પટેલની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટેલી ચક્કરના અહેવાલ મુજબ રૂપલને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ રાહતની વાત છે કે તેમને કોઈ ગંભીર સમસ્યા નથી.
આ સિરીયલમાં કોકિલા બેનનું પાત્ર એટલું લોકપ્રિય થયું હતું કે તે ‘સાથ નિભાના સાથિયા -2’માં પણ જોવા મળી હતી. આમાં તે કડક સાસુ-વહુની ભૂમિકામાં દેખાઈ રહી હતી, જેમાં તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે તેનું પાત્ર સીઝન 2 માં થોડા દિવસો પછી ખતમ થઈ ગયું હતું.
‘સાથ નિભાના સાથિયા 2’ સીઝનના આગમન પહેલા તેનો એક મેમ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કોકિલા બેન ગોપી વહુને પૂછતા હતા કે ‘રસોડેમાં કોન થા?’. જેના પછી એક વ્યકિતએ તેનું રેપ સોંગ બનાવીને ચાહકો સુધી તેનો અવાજ પહોંચાડયો હતો