બોલીવુડ જગતમાં કામ કરતા અભિનેતા અને અભિનેત્રીઓ બોડી ટ્રાન્સફોર્મેશનને લીધે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આજે પણ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમનો ઓવરઓલ લુક ડેબ્યૂ ફિલ્મથી અત્યાર સુધીમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જેમાંથી કેટલાક સ્ટાર્સનું ટ્રાન્સફોર્મરેશન એકદમ જબરદસ્ત હતું. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
શિલ્પા શેટ્ટી:
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘બાઝીગર’ થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો લુક વર્ષોથી સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જો તમે આજે શિલ્પાના જૂના ફોટા જોશો તો તેને ઓળખવું મુશ્કેલ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિલ્પાએ પોતાનો લુક બદલવા માટે શસ્ત્રક્રિયાની સાથે યોગનો પણ આશરો લીધો છે.
અનુષ્કા શર્મા:
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની જેમ અનુષ્કા શર્માએ પણ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ બાદથી અનુષ્કા શર્માએ પણ પોતાના દેખાવમાં ઘણા ફેરફાર કર્યા છે.
સલમાન ખાન:
અભિનેતા સલમાન ખાને પણ પોતાની ફિલ્મી કરિયરમાં આશ્ચર્યજનક બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેની કારકિર્દીની શરૂઆતમાં, જ્યાં સલમાન ખાન પાતળા દેખાવા મળતા હતા પંરતુ આજે ભાગ્યે જ કોઈ સ્ટાર્સ સલમાન ખાન જેવી ફિટનેસ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે.
શાહિદ કપૂર:
અભિનેતા શાહિદ તેની કારકિર્દીની શરૂઆતમાં ખૂબ જ સુંદર અને ચોકલેટ દેખાતો હતો. તેની છબી પણ ચોકલેટી હીરોની બની ગઈ હતી. તે જ સમયે ડેબ્યૂના ઘણા વર્ષો પછી જો આપણે શાહિદ કપૂર વિશે વાત કરીએ તો અભિનેતાનો લુક માત્ર હેન્ડસમ જ બન્યો નથી પરંતુ તેણે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મરેશન પણ કર્યું છે.