હાલ માં જ અક્ષય કુમાર નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે આ વીડિયો માં જોઈ શકો છો કે, અક્ષય કુમાર સાઉથ ઈન્ડસ્ટ્રી ની જાણીતી એક્ટ્રેસ સામંથા પ્રભુ સાથે પુષ્પા ના ઓ અંટવા ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોયા પછી ચાહકો સતત આ વિડીયો પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા એ બોક્સ ઓફિસ પર જ શાનદાર બિઝનેસ કર્યો છે એટલું જ નહી પરંતુ લોકો ના દિલ માં પણ જગ્યા બનાવી છે. ગીત પણ જબરદસ્ત લોકપ્રિય બન્યું છે.
પુષ્પા ફિલ્મ નું ગીત ઈન્સ્ટાગ્રામ ની રીલ થી લઈને પાર્ટી સુધી અને લોકો ના હોઠ પર સંભળાય છે. હવે તાજેતર માં આ ગીત નો રંગ પણ અક્ષય કુમાર પર ચઢ્યો છે. આ ગીત પર સામંથા એ એટલો સુંદર ડાન્સ કર્યો છે કે આ ગીત નો વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, આ ગીતને ગણેશ આચાર્ય એ કોરિયોગ્રાફ કર્યું છે.
કરણ જૌહર ના સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણ ના ત્રીજા એપિસોડ માં અક્ષય અને સામંથા ની જુગલબંધી જોવા મળી છે. આ વીડિયો માં અક્ષય સામંથા સાથે પરફોર્મન્સ આપતો જોવા મળી રહ્યો છે. આની એક નાની ઝલક Disney Plus Hotstar દ્વારા Instagram પર શેર કરવા માં આવી હતી. આ વીડિયો માં સામંથા એ લાલ ડ્રેસ પહેર્યો છે. અક્ષય કુમાર પણ સામંથા ના સ્ટેપ્સ ને મેચ કરવા નો પ્રયાસ કરતા જોવા મળે છે અને આ વીડિયો જોતા જ ખૂબ વાયરલ અને હિટ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ બંને ની જોડી પહેલીવાર શો માં જોવા મળશે. જો ફિલ્મ ની વાત કરીએ તો અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધન એટલે કે તે 11 ઓગસ્ટ ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેડનેકર લીડ રોલ માં જોવા મળશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આમિર ખાન ની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાથે ટક્કર આપવા જઈ રહી છે.