સામંથા રુથ પ્રભુએ ફિલ્મ નિર્દેશક રાજ નિદિમોરુ સાથેના લગ્નના સમાચારો પર સત્તાવાર મહોર મારી દીધી છે. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની 5 સુંદર તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં સામંથા લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે અને રાજ નિદિમોરુ તેમને વીંટી પહેરાવતા નજરે પડે છે. સામંથાએ આ તસવીરો સાથે કોઈ લાંબુ કેપ્શન નથી લખ્યું, બસ ‘1 ડિસેમ્બર 2025’ તારીખ અને એક વ્હાઈટ હાર્ટ ઈમોજી મૂક્યું છે.
ઈશા યોગ કેન્દ્રમાં થયા લગ્ન રવિવારથી જ એવા અહેવાલો વહેતા થયા હતા કે સામંથા અને રાજ સોમવારે સવારે ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના નજીકના સૂત્રોએ આ વાતની પુષ્ટિ પણ કરી હતી. હવે સામંથાએ પોતે આ ખાસ પળની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે.
View this post on Instagram
અહેવાલો મુજબ, સામંથાના લગ્નમાં માત્ર 30 જેટલા લોકો જ હાજર રહ્યા હતા. રાજ અને સામંથાએ એક સાદાઈભર્યા સમારોહમાં ભગવાનને સાક્ષી માનીને એકબીજાનો સ્વીકાર કર્યો. એક તસવીરમાં સામંથા રાજનો હાથ કસીને પકડેલી જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
ક્યારે થયા હતા સામંથાના છૂટાછેડા? સામંથા અને રાજ બંને અગાઉ છૂટાછેડા લઈ ચૂકેલા છે. સામંથાએ રાજના નિર્દેશનમાં બનેલી વેબ સીરીઝ ‘ફેમિલી મેન’માં કામ કર્યું હતું. આ સીરીઝની બીજી સીઝન 2021માં આવી હતી, જેમાં સામંથાએ ‘રાજી’નો રોલ ભજવ્યો હતો. તે જ વર્ષે સામંથાના નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા થયા હતા. બીજી તરફ, રાજના છૂટાછેડા વર્ષ 2022માં થયા હતા. રાજ અને સામંથાના રિલેશનશિપના સમાચાર વર્ષ 2024થી ચર્ચામાં હતા.
