ભાગ્યશ્રી હિન્દી સિનેમા ની જાણીતી અભિનેત્રી છે. ઓછી ફિલ્મો કરવા છતાં ભાગ્યશ્રી એ બોલિવૂડ માં સારું નામ કમાવ્યું છે. અભિનેત્રી એ પોતાની પહેલી જ ફિલ્મ થી લોકો ના દિલ જીતી લીધા હતા. તેની પહેલી ફિલ્મ વર્ષ 1989 માં આવી હતી. તેની પહેલી ફિલ્મ નું નામ ‘મૈંને પ્યાર કિયા’ હતું.
આ ફિલ્મ માં ભાગ્યશ્રી સાથે અભિનેતા સલમાન ખાને કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે મુખ્ય અભિનેતા તરીકે ભાગ્યશ્રી અને સલમાન ની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ નું નિર્દેશન સૂરજ બડજાત્યા એ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
પહેલી ફિલ્મ માં કામ કરતી વખતે ભાગ્યશ્રી કોઈ ની સાથે રિલેશનશિપ માં હતી. ત્યારબાદ તેનું હિમાલય દસાની સાથે અફેર હતું. જણાવી દઈએ કે આ ફિલ્મ રીલિઝ થયા બાદ ભાગ્યશ્રી અને હિમાલય ના લગ્ન વર્ષ 1990 માં થયા હતા અને અત્યારે પણ બંને સાથે છે. બંને ના સંબંધો ને 32 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
ભાગ્યશ્રી એ હંમેશા ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન કરવાનું ટાળ્યું છે. ફિલ્મ ની સ્ક્રિપ્ટ ના કારણે તેને ઘણી વખત આવી ઓફર મળી પરંતુ ભાગ્યશ્રી એ તેમ કર્યું નહીં. 2001 માં આવેલી ફિલ્મ ‘આંખિયોં કે ઝરોખો સે’ દરમિયાન તેની સાથે આવું બન્યું હતું. ત્યારબાદ અભિનેત્રી એ અભિનેતા સમીર સોની સાથે સુહાગરાત નો સીન કરવા નો હતો.
સમીર સોની એ તેના તાજેતરના ઈન્ટરવ્યુ માં ભાગ્યશ્રી સાથે જોડાયેલી સ્ટોરી નો ખુલાસો કર્યો હતો. બોલિવૂડ અને ટીવી એક્ટર સમીર સોની એ જણાવ્યું કે તે અને ભાગ્યશ્રી એ 2001 માં આવેલી ફિલ્મ ‘આંખિયોં કે ઝરોખો સે’ માં સુહાગરાત સીન કરવાનો હતો.
ફિલ્મ ‘આંખિયોં કે ઝરોખો સે’ અનિલ ગાંગુલી દ્વારા ડિરેક્ટ કરવા માં આવી હતી. ભાગ્યશ્રી અને સમીરે તેમાં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. સમીરે જણાવ્યું કે જ્યારે પણ ભાગ્યશ્રી કોઈ રોમેન્ટિક સીન ના શૂટિંગ દરમિયાન તેની નજીક આવતી ત્યારે તે પાછળ જતી હતી.
સમીરે પોતાના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, “અમે એક લવ સીન શૂટ કરી રહ્યા હતા અને તે એક અંધ છોકરી નો રોલ કરી રહી હતી. તે ‘સુહાગરાત એટલે કે લગ્ન ની પ્રથમ રાત’ નો સીન હતો અને અમારા ડિરેક્ટરે ચંદ્રની નીચે બારી પાસે ખૂબ જ સુંદર ફ્રેમ ગોઠવી હતી. તે એક રોમેન્ટિક સીન હતો, પરંતુ હું તેની નજીક આવતા ની સાથે જ તે પાછી હટી ગઇ. આવું વારંવાર થયું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે સમસ્યા શું છે, ઉપરાંત, તેણી અંધ હતી. તેને કેવી રીતે ખબર પડી કે હું તેની નજીક આવી રહ્યો છું?”.
આ પછી ભાગ્યશ્રી એ સમીર સોની ને બાજુમાં લઈ જઈને કઈક કહ્યું હતું. સમીર સોનીએ વધુમાં જણાવ્યું કે ભાગ્યશ્રી એ તેને કહ્યું, “સમીર, તેને અંગત રીતે ન લો, પણ મારા નાના બાળકો છે. જો તેઓ મને આ રીતે જોશે તો તેઓ શું વિચારશે? તેણે કહ્યું કે તે તેના નિર્ણય નું સન્માન કરે છે અને તેણી ને તેના ડિરેક્ટર ને તે જણાવવા કહ્યું.
હવે ભાગ્યશ્રી ના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો હાલ માં જ તેની ફિલ્મ ‘છત્રપતિ’ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય કલાકારો બેલમકોંડા શ્રીનિવાસ અને નુસરત ભરૂચા મહત્વ ની ભૂમિકા માં જોવા મળી રહ્યા છે.