ટૂંક સમય માં ડેબ્યૂ થનારી અભિનેત્રી શનાયા કપૂર અવારનવાર ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આ વખતે પણ શનાયા એ ધમાકેદાર ડાન્સ કરીને સૌના દિલ માં આગ લગાવી દીધી છે. તેનો ડાન્સ જોઈને દરેક લોકો દિવાના થઈ જાય છે. તેના માતા-પિતા અને બહેને પણ આ અંગે ટિપ્પણી કરી છે.
બોલિવૂડ અભિનેત્રી શનાયા કપૂરે હજુ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેની પહેલા થી જ મોટી ફેન ફોલોઈંગ છે. નવી સ્ટાર અવારનવાર તેના અદભૂત તસવીરો અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરે છે. યુવા અભિનેત્રી એ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. શનાયા એ પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. ગ્રીન ટોપ અને બ્લેક પેન્ટ માં સજ્જ શનાયા તેના કિલર ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળે છે. તે ‘ગલી ગલી’ ગીતની ધૂન પર ડાન્સ કરી રહી છે.
શનાયા કપૂરે વિડીયોને કેપ્શન આપ્યું, ‘આ માત્ર એક મિનિટ પહેલા થયું’. તેણે વિડીયો શેર કરતાની સાથે જ તેના મિત્રો અને ચાહકોએ કોમેન્ટ વિભાગમાં પ્રેમનો વરસાદ કર્યો. જ્યારે સુહાના ખાને લખ્યું, ‘વાહ, અદ્ભુત’, જાહ્નવી કપૂરે કહ્યું, ‘ખૂબ સરસ’. શનાયા કપૂરના માતા-પિતાએ પણ તેના પર પ્રેમ વરસાવ્યો હતો. માતા મહિપ કપૂરે લખ્યું, ‘હૂટ હૂટ,’ સંજય કપૂરે કહ્યું, ‘ફેન્ટાસ્ટિક.’ શનાયા કપૂર કરણ જોહરની ફિલ્મ બેધડક થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ પીરઝાદા પણ છે.
View this post on Instagram
‘બેધડક‘ થી બોલિવૂડ માં ડેબ્યૂ કરશે
શનાયા એક્ટર સંજય કપૂર અને સ્ટાર મહિપ કપૂર ની દીકરી છે. તે શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત અને કરણ જૌહર ના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ બેધડક થી બોલિવૂડ માં પ્રવેશ કરવા માટે તૈયાર છે. શનાયા કપૂરે 2020 ની નેટફ્લિક્સ ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ સાથે સહાયક દિગ્દર્શક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેની પિતરાઈ બહેન જાહ્નવી કપૂર હતી.