સંસ્કૃત શ્લોકો અને ગુજરાતી દોહા માં થી મોટિવેશન

Please log in or register to like posts.
Article

આજે ઘણા લોકો ને મોટિવેશન જોઈએ છે. કહે છે કે કોઈક મોટીવેટ કરી દે ને તો આ કામ કરી નાખું. આજે તો મોટિવેશન નો પણ એક બિઝનેસ થઇ ગયો છે. હું આજે આપણા સંસ્કૃત શ્લોકો અને ગુજરાતી દોહા માં થી મોટિવેશન આપવા નો પ્રયત્ન કરીશ. વાચક મિત્રો ને લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ માં જણાવશો.

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।।

કાર્ય ઉદ્યમ એટલે કે મહેનત થી જ કરી શકાય છે માત્ર મનોરથ થી નહિ. સુતેલા સિંહ ના મુખ માં કઈ હરણ પ્રવેશી જતા નથી. એટલે કે કામ કરવું હોય તો એના વિષે વિચાર ના કરે રાખો, એકશન શરૂ કરી દો. તમે જેટલી મેહનત કરશો તેટલું જ તમને જલ્દી ફળ મળી જશે.

ભગવદગીતા માં આવેલા અધ્યાય 2 સાંખ્ય યોગ નો શ્લોક ન. 47

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ४७ ॥

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે કે, ‘કર્મ કરવા માં જ તારો અધિકાર છે તેના ફળ માં નહિ. ના તો તું કર્મફળ નો હેતુ બન કે ના તો તું અકર્મણ્ય થા.’

यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत् |
एवं परुषकारेण विना दैवं न सिद्ध्यति ||

એટલે કે જેમ એક પૈડાં થી રથ ચાલતો નથી તેમ જ મહેનત કર્યા વગર નસીબ પણ ચાલતું નથી. મહેનત કરશો તો નસીબ પણ સાથ આપશે. જીવન માં સફળ થવા માટે મહેનત અને નસીબ બન્ને ની જરૂર છે જેમ રથ ચલાવવા બંને પૈડાં ની જરૂર છે.

ગુજરાતી માં પણ એક દોહો છે કે

વિપત પડે નવ વલખીએ,વલખે વિપત ના જાય.
વિપત પડે ઉદ્યમ કીજીયે,ઉદ્યમ વિપત ને ખાય.

મુશ્કેલી આવે તો ડરી જવાનો કોઈ અર્થ નથી. ડરી જવા થી મુશ્કેલીઓ દૂર થઇ જતી નથી. મુશ્કેલી આવે તો મહેનત કરવા ની જરૂર છે. મહેનત મુશ્કેલી ને ખાઈ જશે.

ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય.
ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય.

સતત ભણતા રહેશો તો પંડિત થશ. લખતા રહેવા થી લહિયા બનશો.રોજ ચાર ચાર ગાઉ એટલે કે થોડુંક કામ કરશો તો મોટું અંતર કપાશે અર્થાત મોટું કામ પણ થઇ જશે. જરૂર છે તબક્કાવાર અને પદ્ધતિસર મહેનત કરવા ની.

ચાલો તો હું નવા નવા લેખ લખી ને માર્ગદર્શન કરતો રહીશ. મને ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોલ્લૉ પણ કરી દેજો. Stay Motivated. Stay Blessed. Jay Hind….

Comments

comments