બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. આ દિવસોમાં સારાની નવી તસવીર પોસ્ટ કરવામાં આવી છે જેમાં તે એક વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. આ ફોટોને લઈને સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.
સારાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક જૂની તસવીર શેર કરી છે. આ તસવીરમાં સારા તેના મિત્ર જહાં હાંડા સાથે મસ્તી કરતી દેખાય છે.
હવે જે પ્રકારની તસવીરો સામે આવી છે તે જોઈને યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે સારા અને જહાં વચ્ચે કંઇક ચાલી રહ્યું છે.
આ તસવીરો શેર કરતી વખતે સારાએ લવ યુ અને ટેક મી બેકનું સ્ટીકર મુક્યું હતું.
એટલું જ નહીં, જહાને એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બંને સાથે વિતાવેલા યાદગાર પળો જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે જહાને લખ્યું, ‘અમારા પ્રેમ અને મિત્રતાને કોઈ સમજી શકતું નથી’.
આ સમયે બંને વચ્ચે કેવા પ્રકારનો પ્રેમ છે તે હવે ફક્ત સારા અને જહાં જ જાહેર કરી શકે છે. તે જ સમયે, ચાહકો તેમની તસવીરોમાં જોવા મળેલ બોન્ડિંગ પરથી અનુમાન લગાવી રહ્યા છે કે આ મામલો મિત્રતાનો નહીં પણ પ્રેમનો છે.
તમને જણાવી દઈએ કે જ્હા ‘ગાય ઇન ધ સ્કાય પિક્ચર્સ’ ના ક્રિએટિવ ડિરેક્ટર છે. આ ફિલ્મ નિર્માતા અભિષેક કપૂરની પ્રોડક્શન કંપની છે, જેણે સારાની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ પ્રોડ્યુસ કરી હતી. સારાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં સારા ધનુષ અને અક્ષય કુમાર સાથે ‘અતરંગી રે’માં જોવા મળશે.