શ્રાવણ મહિના માં ન કરવા જેવી બાબતો:
શ્રાવણ મહિનો હિંદુ કેલેન્ડર નો 5મો મહિનો છે. આ આખો મહિનો ભગવાન શિવ ની પૂજા માટે સમર્પિત છે અને આ સમય દરમિયાન તેમની પૂજા કરવા થી તેમને ખૂબ આનંદ મળે છે. 23મી જુલાઈ થી શ્રાવણ નો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ નો પહેલો સોમવાર 25 જુલાઈ ના રોજ આવશે. ઘણા લોકો શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ રાખે છે અને દરરોજ શિવલિંગ ની પૂજા કરે છે. તેઓ ભગવાન શિવ ને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ પૂજાઓ અને અન્ય વિધિઓ પણ કરે છે. આ મહિના ના દરેક સોમવાર ને શ્રાવણ સોમવાર કહેવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવા માં આવે છે. શ્રાવણ મહિના ના તમામ સોમવાર ભગવાન શિવ ના મંદિરો માં ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર, શ્રાવણના દિવસો માં ભોલેશંકર ની પૂજા અને અભિષેક કરવા થી અન્ય દિવસો ની સરખામણી માં અનેકગણો લાભ મળે છે. ખૂબ જ દુર્લભ સંયોગ પણ આ શ્રાવણ માં બની રહ્યો છે. આવો જાણીએ શ્રાવણ માં ભગવાન શિવ ની પૂજા કરતી વખતે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ.
શરીર પર તેલ ન લગાવો
શ્રાવણ મહિનામાં એવા ઘણા કામ છે જે શ્રાવણ માં ભૂલથી પણ ન કરવા જોઈએ. શ્રાવણ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું. શ્રાવણ માસ માં તેલ નું દાન પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શરીર પર તેલ લગાવવા થી ભગવાન શિવ ક્રોધિત થાય છે.
શ્રાવણ મહિના માં દિવસ દરમિયાન સૂવા નું ટાળો
શ્રાવણ મહિના માં દિવસ દરમિયાન સૂવા નું ટાળવું જોઈએ. જો તમે શ્રાવણ સોમવાર નું વ્રત કરી રહ્યા છો, તો દિવસ દરમિયાન ઊંઘશો નહીં. માત્ર એક જ વાર સૂઈ જાઓ અને આખો દિવસ ભગવાન શિવ ની ભક્તિ માં લીન રહો.
આ વસ્તુઓનું સેવન ન કરો
શ્રાવણ મહિના માં ભૂલી ને પણ માંસ, માછલી અને દારુ નું સેવન ન કરવું જોઈએ. આવું કરવા થી ભગવાન શિવ ક્રોધિત થાય છે. આ સાથે શાકભાજી માં રીંગણ નું સેવન પણ પ્રતિબંધિત છે. શ્રાવણ મહિના માં રીંગણ ખાવા અશુભ છે.
શિવલિંગ પર હળદર ન ચઢાવો
પૂજા સમયે કેટલીક ખાસ વસ્તુઓથી બચવું જોઈએ. જો શિવલિંગ પુરુષ તત્ત્વ નું હોય તો તેના પર હળદર ન ચઢાવવી જોઈએ.