પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે. ભગવાન શિવ ને શ્રાવણમહિનો ખૂબ જ પ્રિય છે. આ પવિત્ર માસને લઈને શિવભક્તો માં હંમેશા ઉત્સાહ જોવા મળે છે. શ્રાવણમાસ માં મંદિર માં ભક્તો ની ભારે ભીડ હોય છે, તમામ ભક્તો ભોલે બાબા ની પૂજા-અર્ચના કરે છે.
એવું માનવા માં આવે છે કે શ્રાવણ મહિના માં શિવ સૌથી પહેલા તેમના ભક્તો ની સાંભળ લે છે. જો કોઈ ભક્ત ભગવાન શિવ ની સાચી ભક્તિ થી પૂજા કરે છે તો તે ભક્તો ના તમામ કષ્ટ દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ ને લઈને વિવિધ માન્યતાઓ છે.
એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં કેટલાક સપના જોવા એ ખૂબ જ શુભ હોય છે. એવું કહેવાય છે કે શિવ ના ચિન્હો સાથે જોડાયેલા સ્વપ્ન જોવાથી વિશેષ કૃપા મળે છે. તો ચાલો અમે તમને શ્રાવણ નાં સપના વિશે જણાવીએ.
કાળા શિવલિંગ નું સ્વપ્ન જોવું
શ્રાવણ માસ માં જો કોઈ વ્યક્તિ સ્વપ્ન માં કાળું શિવલિંગ જુએ તો તે ભક્તો ને વિશેષ ફળ આપે છે. કહેવાય છે કે આ સ્વપ્ન જોવાનો અર્થ ભોલેનાથ ને જોવા જેવો જ છે. ભગવાન શિવ તેમના ભક્તો પર પ્રસન્ન થઈને તેમના સ્વપ્ન માં આવે છે અને તેમને આશીર્વાદ આપે છે.
જો તમે આવું સપનું જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવા ની સંભાવના છે. જો કોઈ છોકરી આ સ્વપ્ન જુએ છે, તો એવું માનવા માં આવે છે કે તેને ઇચ્છિત અને લાયક વર મળશે.
સ્વપ્ન માં ભગવાન શિવ નો ડમરુ જોવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ડમરુ ને સકારાત્મકતા નું પ્રતિક માનવા માં આવે છે. જો સપના માં ડમરુ દેખાય તો તે ખૂબ જ શુભ હોય છે. શ્રાવણ માં ભગવાન શિવ નું ડમરુ જોવાનું એટલે શિવ તત્ત્વ ની પ્રાપ્તિ. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સકારાત્મકતા નો પ્રવાહ આવવા નો છે. તમારા કામ માં આવતા અવરોધો દૂર થશે.
સ્વપ્ન માં ભગવાન શિવ નું ત્રિશુલ જોવું
જો કોઈ વ્યક્તિ શ્રાવણ માં ભગવાન શિવ નું ત્રિશુલ સ્વપ્ન માં જુએ તો તે ખૂબ જ શુભ માનવા માં આવે છે. ત્રિશુલ માં રજ, તમ અને સત્ એમ ત્રણ ગુણ છે. જો તમે તમારા સપના માં ભગવાન શિવ નું ત્રિશૂળ જુઓ છો, તો તમારે સમજી લેવું જોઈએ કે ભોલે બાબા ની કૃપા તમારા પર વરસવા ની છે. તે તમારા જીવન ની તમામ સમસ્યાઓ ને દૂર કરવા નો સંકેત આપે છે. આ સાથે તમને દરેક કામ માં લાભ મળશે.
સ્વપ્ન માં નંદી ને જોવું
પવિત્ર શ્રાવણ માસ માં જો ભગવાન શિવ ના વાહક નંદી ના દર્શન થાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવા માં આવે છે. તેનો અર્થ એ છે કે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થવા જઈ રહી છે. આટલું જ નહીં પરંતુ તમને કામ માં આવતી અડચણો થી પણ છુટકારો મળશે.
શ્રાવણ માં નાગ દેવતા નું સ્વપ્ન જોવું
જો કોઈ વ્યક્તિ સ્વપ્ન માં નાગ દેવતા જુએ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સ્વપ્ન વિશે એવું કહેવાય છે કે જે કોઈ તેને જુએ છે તેને ધન લાભ થાય છે. વેપાર વધે અને ભગવાન ભોલેનાથની કૃપા બની રહે છે.