આ 5 સેટિંગ્સ તમારા ફોનનો ડેટા બચાવશે અને બેટરી પણ વધારે ચાલશે..

Please log in or register to like posts.
Article

આજે અમે તમને ફોનના એવા 5 સેટિંગ્સ બતાવવા જઇ રહ્યા છીએ જેને કર્યા બાદ તમારા ફોનનો ડેટા અને બેટરી લાંબા સમય સુધી ચલશે. આ સેટિંગ્સ માટે યૂઝર્સને ખબર હોતી નથી. એનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. સેંટિગ્સ જાણતા પહેલા જાણી લો એક જરૂરી ટિપ્સ જેનાથી ફોનની બેટરીને બચાવી શકાય છે.

1. ફોનમાં ઇયરફોન લગાવીને રાખવાથી ફોનની બેટરી સતત એને કરન્ટ આપતી રહે છે. એનાથી ફોનની બેટરી જલ્દી ઊતરવા લાગે છે. એટલા માટે જો તમે ઇયરફોનનો ઉપયોગ ના કરતાં હોય તો એને ફોનમાંથી નિકાળીને રાખી દો.

2. ફેસબુક જેવી એપ મોબાઇલના બેકગ્રાઉન્ડમાં પ્રોસેસિંગ કરતી રહે છે. જેનાથી ફોનની બેટરીનો ઉપયોગ થતો રહે છે. પરંતુ એ સેટિંગ્સને કરીને તમે તમારા ફોનની બેટરી બચાવી શકો છો. એના માટે ફેસબુક પ્રોફાઇલને ઓપન કરો. અહીંયા તમને 3 લાઇન જોવા મળશે એની પર ટેપ કરશો. ટેપ કર્યા બાદ તમને ડેટા સેવર નો વિકલ્પ જોવા મળશે અને પર ટેપ કરીને એને ઓન કરી દો. હવે અહીંયા તમારી જાતે પ્લે થનાર ફોટો અને વીડિયો પ્લે થશે નહીં. બેટરી અને ડેટાનો પણ વધારે ખર્ચ થશે નહીં.

    Advertisements

3. તમારા સ્માર્ટ ફોનના સેટિંગ્સમાં જઇને ‘ડેવલોપર’ વિકલ્પને ઓફ કરી દો. મોટાભાગનાં યૂઝરને અથવા સામાન્ય યુઝ કરતી વખતે આ ટૂલ નો ઉપયોગ આપણે કરતાં નથી. એનું ચાલુ રહેવા પર ફોનમાં ઇન્ટરનલ પ્રોસેસિંગ ચાલતી રહે છે અને બેટરી લો થતી રહે છે.

4. જો તમે વધારે wifi યુઝ કરતાં હોવ, અને બેટરી તથા ડેટા નો બચાવ કરવો હોય તો ફોનના સેટિંગ્સમાં જઇને વાઇફાઇ વિકલ્પ પર ટેપ કરો. વાઇફાઇના સેટિંગ્સમાં જઇને Keep Wi Fi on during Sleep વિકલ્પને never કરી દો. એનાથી પણ ડેટા અને બેટરીની બચત થશે.

    Advertisements

5. Whatsapp ના આ સેટિંગ્સને બંધ કરી દો. whatsapp ના સેટિંગ્સમાં Data Usage માં જઇને auto download ને બંધ કરી દો. એનાથી whatsapp દ્વારા આવાનરી ઇમેજ અને વીડિયો એની જાતે ડાઉનલોડ થતો બંધ થઇ જશે એનાથી તમારી ફોનની બેટરી પણ ઓછી ખર્ચ થશે અને ડેટા પણ. એની નીચે આપેલા બંને વિકલ્પોને પણ તમારે ઓફ કરી દેવાના છે.

સંકલન. // પ્રતિક એચ. જાની

Advertisements

Comments

comments