બોલિવૂડના કબીર સિંહ એટલે કે અભિનેતા શાહિદ કપૂરે વર્ષ 2015 માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન શાહિદે તેના પ્રશંસકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા સાથે જ તેણે તેની ઘણી લેડી ચાહકોના દિલ પણ તોડી નાખ્યા હતા. આ બંનેએ 2015 માં 7 જુલાઇના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં મીરા અને શાહિદના લગ્નને 7 વર્ષ થઇ ગયા છે. હાલમાં શાહિદ તેની પત્ની મીરા સાથે મુંબઇના જુહુ વિસ્તારમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે. પરંતુ થોડા સમય પહેલા શાહિદે મુંબઈના વર્લી વિસ્તારમાં કરોડોનું વૈભવી મકાન ખરીદ્યું હતું. આવી સ્થિતિમાં આજે અમે તમને આ ઘરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે મીરાએ લગ્નના એક વર્ષ પછી 2016 માં એક પુત્રીને જન્મ આપ્યો હતું, જેનું નામ તેણે મીશા રાખ્યું છે. વર્ષ 2018 માં, મીરાએ એક પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ તેણે જૈન રાખ્યું છે.
આપને જણાવી દઈએ કે શાહિદ કપૂરે પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન પત્નીને વર્લી માં એક લક્ઝુરિયસ ડુપ્લેક્સ ઘર ગિફ્ટ કર્યું હતું. શાહિદના આ ઘરની કિંમત 56 કરોડ કહેવામાં આવે છે.
શાહિદ કપૂરે વર્લીમાં ખરીદેલો વૈભવી ડુપ્લેક્સ સમુદ્રનો એક અદ્ભુત નજારો જોઈ શકાય છે. અહેવાલો અનુસાર વર્લી સ્થિત આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટની કિંમત 55.60 કરોડ રૂપિયા છે અને શાહિદે સરકારને સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2 કરોડ 91 લાખ રૂપિયા ચૂકવ્યા છે.
આ ડુપ્લેક્સમાં 42 અને 43 મા માળ પર છે, જે એક ગગનચુંબી ઇમારત છે, જ્યાંથી મુંબઈ શહેરનો અદ્ભુત નજરો જોઈ શકાય છે.
તેમના ઘરની બહાર કાર અને બાઇકના પાર્કિંગ માટે છ પાર્કિંગ લોટ છે અને આ રીટ્ઝ કાર્લટન ડિઝાઇન કરેલું એપાર્ટમેન્ટ સંપૂર્ણ લક્ઝરીથી સમૃદ્ધ છે.
અહેવાલો અનુસાર, શાહિદનું ઘર 728.46 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેમાં 40.88 ચોરસ મીટરના વિશાળ બાલ્કનીનો વિસ્તાર પણ શામેલ છે. શાહિદ અને મીરા આ ઘર સાથે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના અને અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનના પાડોશી પણ બનશે. શાહિદ અને મીરાનું ઘર કોઈપણ ટૂરિસ્ટ સ્પોટ હોટલ જેવું જ નજારો આપે છે.
બોલિવૂડના કબીર સિંહ એટલે કે અભિનેતા શાહિદ કપૂર આજે બોલિવૂડના ટોચના કલાકારોમાંના એક છે. શાહિદે આ પદ પોતાની મહેનતથી મેળવ્યું છે. હાલમાં શાહિદ તેની પર્સનલ લાઈફમાં પણ ખૂબ ખુશ છે.