શાહરૂખ ખાન ની દીકરી સુહાના એ અલીબાગ માં ખરીદી છે આલીશાન પ્રોપર્ટી, કિંમત જાણી ને ચોંકી જશો

અભિનેતા શાહરૂખ ખાન ની પુત્રી સુહાના ખાન ટૂંક સમયમાં તેની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ પહેલા તે અન્ય કારણોસર ચર્ચા માં છે. સુહાના ખાને 12.91 કરોડ ની લક્ઝુરિયસ પ્રોપર્ટી ખરીદી છે.

SRK's Daughter Suhana Khan Buys 3 Row Houses Worth ₹12.91 Crore In Alibaug

સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાન ની પુત્રી સુહાના ખાન આ ક્ષણે બોલિવૂડ ની સૌથી આશાસ્પદ અપકમિંગ અભિનેત્રીઓ માંની એક છે. આ સ્ટાર કિડ ઝોયા અખ્તર દ્વારા દિગ્દર્શિત ધ આર્ચીઝ કોમિક્સ પર આધારિત ફિલ્મ સાથે તેના અભિનય ની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ નું નામ છે ‘ધ આર્ચીઝ’. તે ટૂંક સમય માં નેટફ્લિક્સ પર આવશે, અને તેનું ટીઝર તાજેતર માં સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે સુહાના ખાન સાથે જોડાયેલી એક ખાસ વાત સામે આવી છે. તેણે પોતાની પહેલી ફિલ્મ ની રિલીઝ પહેલા જ કરોડો ની પ્રોપર્ટી ખરીદી લીધી છે.

Here's when Shah Rukh Khan's daughter Suhana Khan will make her Bollywood debut

સુહાના ખાને 12.91 કરોડ રૂપિયા માં અલીબાગ માં ત્રણ મકાનો સાથે 1.5 એકર ની પ્રોપર્ટી ખરીદી છે. થલ ગામ ની આ મિલકત જૂના સમય ના ફિલ્મી પરિવાર ના અભિનેતા દુર્ગા ખોટે ના વંશજો ની હતી. શાહરૂખ ખાન પાસે પહેલા થી જ એક પ્રોપર્ટી છે. ‘ઇન્ડેક્સટેપ’ મુજબ, મિલકત 1 જૂન ના રોજ નોંધવા માં આવી હતી અને રૂ. 77.46 લાખ ની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવા માં આવી હતી. આ અલીબાગ પ્રોપર્ટી ને આહલાદક વાતાવરણ, શહેર સાથે ઉન્નત કનેક્ટિવિટી અને મુંબઈ ના કોંક્રીટ ક્લોસ્ટ્રોફોબિયા થી દૂર વિકલ્પ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

સુહાના ખાન ની નવી પ્રોપર્ટી

Suhana Khan buys her first home even before The Archies release; acquires property in Alibaug worth THIS much

સુહાના ખાન મુંબઈ ની એવી ઘણી અભિનેત્રીઓ માંની એક બની ગઈ છે જેમણે અલીબાગ માં ઘર અને વિશાળ જમીન ખરીદી છે. આ સિવાય જૂહી ચાવલા પણ છે જેણે પોતાની પ્રોપર્ટી ને ફાર્મ માં કન્વર્ટ કરી છે, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને અનુષ્કા શર્મા પણ છે.

આર્ચીઝ નું ટ્રેલર અને કલાકારો

Shah Rukh Khan's daughter Suhana Khan looks gorgeous as she parties with friends, Navya Naveli and Ananya Panday call her 'prettiest person' | Entertainment News,The Indian Express

ધ આર્ચીઝ ના ટીઝર થી સ્પષ્ટ છે કે ઝોયા અખ્તર ની ફિલ્મ માં સુહાના ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તેમાં સુહાના ખાન સાથે શ્રીદેવી ની બીજી પુત્રી ખુશી કપૂર, અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા જેવા કલાકારો છે. ટ્રેલર ની સાથે ‘ધ આર્ચીઝ’ ની રિલીઝ ડેટ ખૂબ જ જલ્દી જાહેર થવાની આશા છે.