શાહરૂખ ખાન ના પુત્ર આર્યન ખાને લગભગ એક વર્ષ પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ગયા વર્ષે, આર્યન ખાન ને ડ્રગ્સ ક્રૂઝ કેસ માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવા માં આવી હતી, ત્યારબાદ તે લાંબા સમય સુધી જેલ માં હતો. જો કે શાહરુખ ખાને તેના પુત્ર ને આ મુશ્કેલી માંથી બહાર કાઢ્યો હતો, પરંતુ આર્યન ને પત્રકારો થી સોશિયલ મીડિયા થી દૂર કરી લીધો હતો. પરંતુ હવે આર્યન ખાને સોશિયલ મીડિયા પર ફરી ને બે તસવીરો શેર કરી છે.
વાસ્તવ માં, આર્યન એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે તેની બહેન સુહાના ખાન અને નાના ભાઈ અબરામ ખાન સાથે જોવા મળી રહ્યો છે. પ્રથમ તસવીરમાં, ત્રણેય ભાઈ-બહેન કેમેરા સામે સ્મિત સાથે પોઝ આપી રહ્યાં છે. આ દરમિયાન આર્યન અબરામ ને એક હાથે પકડી રહ્યો છે. તે જ સમયે, આર્યન અને અબરામ બીજા ફોટા માં જોવા મળે છે.
View this post on Instagram
આ તસવીર સાથે આર્યન ખાને કેપ્શન માં લખ્યું, ‘હેટ-ટ્રિક.’ આર્યન ખાન ની આ પોસ્ટ પર તેના પિતા અને અભિનેતા શાહરૂખ ખાને કોમેન્ટ કરી છે. પોતાના બાળકો ની આ તસવીરો પર ટિપ્પણી કરતાં અભિનેતાએ લખ્યું, ‘મારી પાસે આ તસવીરો કેમ નથી!!!!!! હવે તે મને આપો!’ તે જ સમયે, બહેન સુહાના ખાને ટિપ્પણી કરી અને લખ્યું, ‘લવ યુ.’ આ સિવાય મહિપ કપૂરે આ તસવીર પર ઘણા બધા હાર્ટ ઇમોજીસ મોકલ્યા છે.
જણાવી દઈએ કે આર્યન ખાન ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસ માં ફસાઈ ગયો હતો. આ કારણે તેને 2 ઓક્ટોબર 2021 ના રોજ પોલીસ કસ્ટડી માં પણ લેવામાં આવ્યો હતો અને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. મહિનાઓ ની કાનૂની લડાઈ બાદ એનસીબી એ થોડા સમય પહેલા આર્યન ને ક્લીનચીટ આપી હતી. પુરાવા ના અભાવે આર્યન ને આ કેસ માં રાહત મળી છે. આ પછી આર્યન ખાને સ્પેશિયલ કોર્ટ પાસે પોતાનો પાસપોર્ટ પરત કરવાની માંગ કરી હતી અને તેને પાસપોર્ટ પણ મળી ગયો છે.