બિગ બોસ નો ભાગ રહી ચુકેલી શહનાઝ ગિલ વિશે સતત ચર્ચા છે કે તે હિન્દી સિનેમામાં પગ મુકવા જઈ રહી છે. શહનાઝે આ પહેલા પંજાબી સિનેમામાં ફિલ્મ ‘હૌસલા રાખ’ થી ડેબ્યુ કર્યું હતું. જો કે તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ તેના સાથે જોડાયેલા એક મોટા અને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતર ના એક સમાચારે શહનાઝ ના ચાહકો ને ચોંકાવી દીધા છે.
કહેવા માં આવી રહ્યું છે કે શહનાઝ ગિલ ને અભિનેતા સલમાન ખાન ની ફિલ્મ ‘ભાઈજાન’ માંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. આ સમાચાર વિશે સત્તાવાર રીતે કંઈ કહી શકાય નહીં પરંતુ સમાચાર માં છે કે શહનાઝ ને સલમાન ની ફિલ્મ માંથી ડિસ્ચાર્જ કરવા માં આવી છે. આ વિશે ન તો સલમાને કંઈ કહ્યું છે અને ન તો શહનાઝ તરફ થી કોઈ નિવેદન આવ્યું છે.
‘પંજાબ ની કેટરિના કૈફ’ તરીકે ઓળખાતી શહનાઝ વિશે ઘણા સમય થી એવી ખબર આવી રહી છે કે તે એક અભિનેત્રી તરીકે બોલિવૂડ માં પદાર્પણ કરવા જઈ રહી છે, જો કે તાજેતરના સમાચારો એ તેના તમામ ચાહકો ને આશ્ચર્ય માં મૂકી દીધા છે. ટેલી ચક્કર ના અહેવાલ મુજબ શહનાઝ સલમાન ની ફિલ્મ માંથી બહાર થઈ ગઈ છે.
સલમાન ની ફિલ્મ માંથી શહનાઝ ના એક્ઝિટનું કારણ શું હતું તેની માહિતી હજુ સામે આવી નથી. આ દરમિયાન સમાચાર એવા પણ આવ્યા કે શહનાઝે સલમાન ખાનને પણ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હતો, જો કે હવે તેના ઈન્સ્ટા પર નજર કરીએ તો શહનાઝ ઈન્સ્ટા પર જે 12 લોકો ને ફોલો કરી રહી છે તેમાં કાર્તિક આર્યન અને રણવીર સિંહ સિવાય સલમાન પણ સામેલ છે.
સલમાન ખાન અને શહનાઝ વચ્ચે સારા સંબંધો છે. શહનાઝે સલમાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો બિગ બોસ માં ભાગ લીધો હતો અને અહીંથી બંને વચ્ચે એક ખાસ સંબંધ બંધાયો હતો, જોકે હવે અચાનક સલમાન ની ફિલ્મ માંથી શહનાઝ નું એક્ઝિટ થવું લોકોને પચતું નથી.
શહનાઝે ફિલ્મ નું શૂટિંગ શરૂ કરી દીધું હતું
તમને જણાવી દઈએ કે શહનાઝે ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. ફિલ્મ ના સેટ પરથી અભિનેત્રી ની એક તસવીર પણ સામે આવી હતી, જોકે હવે શૂટિંગ વચ્ચેના કારણે તેને ફિલ્મ માંથી દૂર કરવા માં આવી છે.
View this post on Instagram
‘ભાઈજાન‘ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે…
સલમાન ખાન ની ફિલ્મ ‘ભાઈજાન’ મલ્ટિસ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મ માં સલમાન સાથે અભિનેત્રી પૂજા હેગડે મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ માં સલમાન ના બનેવી આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ પણ જોવા મળવા ના છે. તે એક તમિલ ફિલ્મ ની રિમેક છે. આ ફિલ્મ નું નામ પહેલા ‘કભી ઈદ કભી દિવાળી’ હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે દિવાળીના અવસર પર ફિલ્મ રિલીઝ થઈ શકે છે.