શ્રીદેવીની આ બેગની કિંમત એટલી છે કે, એક મિડલ ક્લાસ પરિવાર નાનું ઘર ખરીદી શકશે

Please log in or register to like posts.
Article

54 વર્ષની એક્ટ્રેસ શ્રીદેવીની હજી પણ એટલી એવરગ્રીન છે કે, તેની સામે આજની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે. શ્રીદેવીની ગ્રેસ અને તેની સ્ટાઈલ આજે પણ એવી અસરકારક છે, કે તેની એક તસવીર માટે પડાપડી થાય છે. ફેશનના મામલે તો તે તમામ એક્ટ્રેસને ટક્કર આપી શકે તેવી છે. તાજેતરમા જ તે એક ઈવેન્ટમાં સામેલ થવા પહોંચી હતી. જેમાં તેના ડ્રેસ કરતા સૌથી વધુ ચર્ચા તો તેની બેગને લઈને થઈ હતી.

બેગની ખાસિયત

શ્રીદેવીએ તાજેતરમાં માના શેટ્ટીની એક ચેરિટી ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં તેના હાથમા જે બેગ હતી, તેની કિંમતમાં તે એક SUV કાર ખરીદી શકો છો. શ્રીદેવીએ ઈવેન્ટમાં એક બ્રાઉન કલરની બેગ કેરી કરી હતી. જેની કિંમત 8 લાખ રૂપિયા હતી. આ બેગની ખાસિયત એ છે કે, તે ઓસ્ટ્રીચ લેધરની છે. દેખાવમાં બેગ ભલે સાધારણ લાગે, પણ ઓસ્ટ્રીય લેધર સૌથી મોંઘુ લેધર ગણાય છે. આ ઉપરાંત આ બેગ પર ગોલ્ડ કલરનું પોલિશિંગ પણ થયુ છે.

અન્ય સ્ટાર્સના મોંઘા બેગ્સના શોખ પણ જાણો

બોલિવુડમાં અનેક એવા સ્ટાર્સ છે, જે મોંઘા બેગ્સનો શોખ ધરાવે છે. થોડા સમય પહેલા કરણ જોહર પણ Gucci ની બેગ સાથે જોવા મળ્યો હતો. તેની Gucciની ટોટ બેગ પર એન્ગ્રી કેટનો લોગો પણ હતો. આ બેગની કિંમત 2300 ડોલર એટલે કે, દોઢ લાખ રૂપિયા હતી. પોતાની યુરોપ ટુર દરમિયાન કરણ આ જ બેગ લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સોનમ કપૂર, પરિણીતી ચોપરા સહિતની અનેક સેલિબ્રિટીઝ મોંઘીદાટ એસેસરીઝ ખરીદવાનો શોખ ધરાવતી હોય છે.

Source : Sandesh

Advertisements

Comments

comments